જૂની અદાવતનો ખાર રાખી યુવકનું અપહરણ કરી બેફામ મારમાર્યો
જૂની અદાવતનો ખાર રાખી મંછાનગરમાં રહેતાં દેવીપુજક યુવકનું અપહરણ કરી ચાર શખ્સોએ બેફામ મારમારી બેભાન કરી દેતાં યુવકને સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગે બી. ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. બનાવ અંગે માર્કેટ યાર્ડ પાસે મંછાનગર મહાકાળી ચોકમાં રહેતાં રોહીતભાઈ મુકેશભાઇ ઉઘરેજીયા (ઉ.વ. 23) એ ફરિયાદમાં આરોપી તરીકે સાયર ઉર્ફે સાહિલ, રવિ સુરેલા, કરણ સુરેલા અને માનસિંગ ગોધરાનું નામ આપતાં બી. ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ અપહરણ, મારમારી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. વધુમાં ફરિયાદીએ જણાવ્યું કે, તે મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.
તે અગાઉ તેના કૌટુંબિક કાકા સાયર ઉર્ફે સાહીલ તેમજ મિત્ર મિત્રો રવિ સુરેલા તથા પિતરાઈ કરણ સુરેલા અને માનસીંગ ગોધરા સાથે મજુરીકામ કરવા જતો હતો. છ માસ પહેલા મજુરીકામના રૂપિયા બાબતે મનદુ:ખ થતા ફરિયાદી અન્ય જગ્યાએ મજુરીકામે જતો હતો. દરમિયાન નવેક દીવસ પહેલા તેને સાયર તથા રવીને મનદુ:ખના કારણે ફોનમાં ગાળો આપેલ હતી. બાદમાં ગઈકાલે તે ભગવતીપરામાં રહેતાં તેના કાકા અજયભાઈના ઘરે ગયેલ હતો. જ્યાં ઘરે શૌચાલયની સુવિધા ન હોય
જેથી તે મદ્રાશ પાસે આવેલ જાહેર શૌચાલયમાં શૌચ ક્રિયા કરવા ગયેલ હતો અને બહાર આવતા સાયર, રવિ તથા કરણ રીક્ષા લઈને ઘસી આવી સાયરે છરી બતાવી કહેલ કે, તું રીક્ષામાં બેસીજા નહીંતર છરીના ઘા મારી દઈશ તેવી ધમકી આપતા ફરિયાદી ભયનો માર્યો રીક્ષામાં બેસી ગયેલો અને સાયરે રીક્ષા ચલાવી ગૌરીદડ ગામથી આણંદપર તરફ જતા રોડ ઉપર આવેલ ખંઢેરી વીડીમાં અંદરના ભાગે અવાવરી જગ્યાએ લઈ ગયેલા ત્યાં માનસિંગ પણ હાજર હતો. બાદમાં સાયર અને રવિએ તેમને કહેલ કે, તને ફોનમાં ગાળો બોલવાનો બહુ શોખ છે
આજે તારો બધો શોખ ઉતારી દેવો છે કહી શખ્સોએ ગાળો આપી પાઈપ તથા લાકડાના ધોકા વડે મારમારતાં તેઓ પડી ગયેલા અને આરોપીએ કહેલ કે, આજે તો તારા પગ ભાંગી નાખવા છે કહી પગમાં બેફામ મારમારતાં લોહી નીકળવા લાગેલ અને તે બેભાન જેવો થઈ જતાં તેને રીક્ષામાં બેસાડી ગૌરીદડ ગામમાં દવાખાને લઈ ગયેલ અને ડોક્ટરે સારવાર કરવાની ના પાડતા આરોપી સાયરે કહેલ કે, તારી સારવાર માટે 108 બોલાવું છુ અને જો તે આ બનાવ બાબતે પોલીસ ફરીયાદ કરીશ તો તને જાનથી મારી નાખીશ ધમકી આપી હતી.બાદમાં 108 મારફતે સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે બી.ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ પી. બી.ત્રાજીયાએ વધું તપાસ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.