‘તું બજરંગવાડીમાં આવ તારા કાપીને કટકા કરી નાખવા છે’ ફોન પર મહિલાને પૂર્વ પુત્રવધુની ધમકી
સાધુ વાસવાણી રોડ પર રહેતાં મહિલાને તેની પુત્રવધુએ ફોન કરી તું બજરંગવાડીમાં આવ તારા કાપીને કટકા કરી નાખવા છે કહી ધમકી પૂર્વ પુત્રવધુએ આપતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. સાધુ વાસવાણી રોડ પર આર.એમ.સી.નાં કવાર્ટરમાં રહેતાં હિનાબેન ગોવિંદભાઈ સોલંકી (ઉ.વ.45) ગઈ તા.24નાં ભગતસિંહ ગાર્ડન પાસે હતા
ત્યારે તેના ફોનમાં કોલ આવતા રીસીવ કર્યો હતો. આ સાથે જ કોલ કરનારે તું બજરંગવાડીમાં આવ તારા કાપીને કટકા કરી નાખવા છે, તે મારૂ ઘર નથી જોયુ તું આવને કહી ધમકી આપી ગાળો આપી હતી. આ કોલ કરનાર તેના પૂર્વ પુત્રવધુ વર્ષા (2હે. બજરંગવાડી,હાલ સ્વામીનારાયણ પાર્ક, નરોડા, અમદાવાદ) હોવાનું જાણવા મળતા યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. હિનાબેનનાં પુત્ર મનીષે આરોપી વર્ષા સાથે છ વર્ષ પહેલાં પ્રેમલગ્ન કર્યા હતા.
જેને સંતાનમાં એક ત્રણ વર્ષનો પુત્ર જયરાજ છે.દંપતી વચ્ચે અણબનાવ બનતા બંનેએ છુટાછેડા લઈ લીધા હતા.ત્યારથી તેનો પુત્ર મનીષ અને પૌત્ર જયરાજ હિનાબેન સાથે રહેતા હોય આરોપી વર્ષાબેન તેના પુત્ર જયરાજને પરત લેવા માટે ઝઘડો કરી ધમકી આપી હતી.આ અંગે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.