ધંધો બરાબર ન ચાલતા વાળંદ યુવાને ફીનાઈલ પીધું - At This Time

ધંધો બરાબર ન ચાલતા વાળંદ યુવાને ફીનાઈલ પીધું


શહેરના મુંજકા કવાર્ટરમાં રહેતો હિતેષ ઈશ્ર્વરભાઈ લખતરીયા (ઉ.વ.32) આજે સવારે 4 વાગ્યે પોતાના ઘરે ફીનાઈલ પી જતા તેને તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
જયાં તે સારવાર હેઠળ છે. યુનિવર્સિટી પોલીસના સ્ટાફે દોડી આવી નિવેદન નોંધતા યુવકે જણાવ્યું હતું કે તે અપણિત છે અને બે ભાઈમાં નાનો છે તે રેતી કમિશન પર વેચવાનો ધંધો કરે છે. છેલ્લા ઘણા સમયથી ધંધો વ્યવસ્થિત ચાલતો ન હોવાથી ડીપ્રેશનમાં આવી ફીનાઈલ પીધું હતું. પોલીસે જરૂરી તજવીજ કરી હતી.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.