પેડક રોડ પર વરલીનો જુગાર રમતા ચારને SMCએ પકડ્યા
રૂપિયા 2.77 લાખનો મુદ્દામાલ કબજે
શહેરમાં વધી રહેલા જુગારના દૂષણ વચ્ચે આડો પેડક રોડ, ભગીરથ સોસાયટી પાસે મોટા પાયે જાહેરમાં વરલીના આંકડાનો જુગાર રમાતો હોવાની સ્ટેટ મોનિટરિંગ સેલને માહિતી મળી હતી. જે માહિતીન આધારે પીએસઆઇ એચ.એચ.જાડેજા સહિતના સ્ટાફે મંગળવારે દરોડો પાડ્યો હતો. પોલીસનો દરોડો પડતાંની સાથે જ જુગાર રમી રહેલા શખ્સોમાં નાસભાગ મચી ગઇ હતી.
આ સમયે પોલીસને સાત શખ્સને પકડવામાં સફળતા મળી હતી. જ્યારે નવ શખ્સ તેમના વાહન, મોબાઇલ મૂકી નાસી ગયા હતા. સકંજામાં આવેલાઓમાં રતન ઉર્ફે ડાયા છના કારેઠા, પ્રવીણ ઉર્ફે પવો મધુ ધાણેજા, દિલીપ નંદલાલ નિર્મલ અને ઇકબાલ યાકુબ પરમાર સહિતના શખ્સોનો સમાવેશ થાય છે. જ્યારે નાસી છૂટેલાઓમાં સૂત્રધાર ભૂરો સહિતનાઓ હોવાનું તપાસમાં ખુલ્યું હતું. દરોડા દરમિયાન પોલીસે રૂ.38,970ની રોકડ, નવ મોબાઇલ, આઠ વાહન મળી કુલ રૂ.2,77,170નો મુદ્દામાલ કબજે કરી બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.