જિલ્લા બહાર ફેંકાયેલા ત્રણેય પોલીસમેન હાજર થતાની સાથે જ સસ્પેન્ડ થવાની સંભાવના
બિલિયાળામાં એસએમસીએ દરોડો પાડી જિલ્લા પોલીસની આબરૂનું ધોવાણ કર્યું’તું
ગોંડલના બિલિયાળામાં થોડા દિવસો પૂર્વે દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. દરોડા વખતે મળેલી ડાયરીએ રાજકોટ જિલ્લા પોલીસના રહસ્યો ખોલી નાખ્યા હતા. રાજ્યના પોલીસવડા સમક્ષ પોલીસ અને બૂટલેગર બાઘાની મિત્રતા રજૂ કરાતા રાજ્યના પોલીસવડાએ રાજકોટ રૂરલ એસઓજીના પીઆઇ કે.બી.જાડેજાની સુરત તથા રાજકોટ રેન્જ આઇજીના રીડર પીઆઇ ડી.ડી.પરમારની ડાંગ બદલી કરી નાખવામાં આવી હતી.
બાઘાનો દારૂનો વ્યવસાય બેરોકટોક ચાલે અને ઉપરી અધિકારીઓના આશીર્વાદ પણ મળતાં રહે તેની જવાબદારી સંભાળનાર કોન્સ્ટેબલ રહીમ દલ, એસઓજીના જમાદાર જયદીપસિંહ ચૌહાણ અને એલસીબીના જયેન્દ્રસિંહ વાઘેલાને પણ જિલ્લા બહાર ફેંકી દેવામાં આવ્યા હતા. રહીમ દલને ભરૂચ, જયદીપસિંહ ચૌહાણને ગોધરા અને જયેન્દ્રસિંહ વાઘેલાની દાહોદ બદલી કરવામાં આવી છે. બે પીઆઇ અને ત્રણ પોલીસ કર્મીઓને બાઘાનો દારૂ નડી જતાં જિલ્લા પોલીસબેડામાં સોપો પડી ગયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.