બાલાસિનોર તાલુકાના જમિયતપુરા ખાતે ડમ્પિંગ સાઈટ પર ગેરકાયદે માટી ખનન કરનારને સર્કલ ઓફિસરની નોટિસ
બાલાસિનોર તાલુકાનીબોડોલી ગ્રામ પંચાયત તાબામાં આવતા જમિયત પુરા ગામની સીમમાં મેસર્સ મોર્યા વેસ્ટ કેમિકલ સાઈટ કાર્યરત છે. આ સાઈટ કાર્યરત થઈ ત્યારથી વિવાદમાં છે. આજદિન સુધીમાં અનેક આવેદન પત્રો આપવામાં આવ્યા છે સાથે અનેક વખત અમરણાંત ઉપવાસો પણ
કરાયા છતાં નક્કર પરિણામ નથી આવ્યું. બોડોલી ગ્રામ પંચાયતના સરપંચે ગત તા.૩૦ મેના રોજ મામલતદારને લેખિત રજૂઆત કરી ડમ્પિંગ સાઈટમાં ગેરકાયદે માટીનું ખનન કરાઈ રહ્યું હોવાની ફરિયાદ કરાઈ હતી. ત્યારબાદ ખાણ ખનીજ ટીમ પહોંચી ગઈ હતી, અને એક જેસીબી અને એક ટ્રક સીઝ કર્યા હતાં.
પરંતુ બીજા દિવસે એક હિટાચી મશીન અને પાંચ ટ્રકો દ્વારા ગેરકાયદે માટીનું ખનન ચાલુ રહ્યું હતું. દરમિયાન સર્કલ ઓફિસરે કંપનીને ગેરકાયદે માટી ખનન બાબતે બે વાર નોટિસ આપી છે. જો કે હજી સુધી કંપની સંચાલકો દ્વારા નોટિસનો જવાબ અપાયો નહીં હોવાનું નાયબ મામલતદારે જણાવ્યું છે.
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.