જિલ્લા કક્ષાના યુવા મહોત્સવ અંતર્ગત સરકારી વિજ્ઞાન કોલેજ વેરાવળના યજમાન પદ હેઠળ વિવિધ સ્પર્ધાઓનું થયું આયોજન* - At This Time

જિલ્લા કક્ષાના યુવા મહોત્સવ અંતર્ગત સરકારી વિજ્ઞાન કોલેજ વેરાવળના યજમાન પદ હેઠળ વિવિધ સ્પર્ધાઓનું થયું આયોજન*


*જિલ્લા કક્ષાના યુવા મહોત્સવ અંતર્ગત સરકારી વિજ્ઞાન કોલેજ વેરાવળના યજમાન પદ હેઠળ વિવિધ સ્પર્ધાઓનું થયું આયોજન*
--------------
*સ્પર્ધકોને રૂ. ૨૫૦ થી રૂ. ૫૦૦૦ સુધીના રોકડ પુરસ્કાર તથા પ્રમાણપત્ર દ્વારા કરાયા સન્માનિત*
--------------
*ગીર સોમનાથ, તા.૦૧:* ભારત સરકારના યુવા કાર્યક્રમ તેમજ રમતગમત મંત્રાલય તથા નેહરુ યુવા કેન્દ્ર જુનાગઢ આયોજિત જિલ્લા કક્ષાના યુવા મહોત્સવ અંતર્ગત સરકારી વિજ્ઞાન કોલેજ વેરાવળના યજમાન પદ હેઠળ વકતૃત્વ સ્પર્ધા, મોબાઈલ ફોટોગ્રાફી, કાવ્ય-લેખન સ્પર્ધા, ચિત્રકલા સ્પર્ધા તથા પ્રાચીન રાસગરબા જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુદી જુદી સ્પર્ધામાં વિજેતા થયેલા સ્પર્ધકોને રૂ. ૨૫૦ થી રૂ. ૫૦૦૦ સુધીના રોકડ પુરસ્કાર તથા પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરાયા હતાં.

જિલ્લા કક્ષાના આ યુવા મહોત્સવમાં ગીર સોમનાથ જિલ્લાના ૧૪ થી ૨૯ વર્ષના યુવાઓએ બહોળી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વરસાદી માહોલમાં પણ તમામ સ્પર્ધાના સ્પર્ધકોએ રસપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ઉપરોક્ત પાંચ સ્પર્ધામાં જે-તે વિષયના તજજ્ઞોએ નિર્ણાયકશ્રી તરીકે તેમની સેવાઓ આપીને તટસ્થ નિર્ણય જાહેર કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમના નોડલ ઓફિસર સરકારી વિજ્ઞાન કોલેજ વેરાવળ પ્રિન્સિપાલશ્રી ડો.સ્મિતાબેન છગ રહ્યા હતાં

આ યુવા મહોત્સવની તમામ સ્પર્ધાઓનો ઈનામ વિતરણ કાર્યક્રમ તા:૩૦/૦૬/૨૦૨૩ ના રોજ યોજવામાં આવ્યો હતો. જેમાં અતિથિ વિશેષ તરીકે નગરપાલિકા ના પ્રમુખશ્રી પિયૂષભાઈ ફોફંડી તથા શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના વીસી શ્રી ડો.શ્રી લલિતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેમજ નહેરુ યુવક કેન્દ્રના શ્રી સાગરભાઈ કાપડિયા તથા વેરાવળની તમામ શૈક્ષણિક સંસ્થાના પ્રિન્સિપાલશ્રી તથા સ્ટાફ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રોગ્રામ કોઓર્ડીનેટર શ્રી મિલનભાઈ પરમાર તથા સર્વે સ્ટાફ પ્રો. ચિરાગબેન ગોસાઈ, શ્રી પી.જે.જાડેજા, ડો. ધનંજયભાઈ પંડયા, ડો. મમતાબેન ચૌહાણ, શ્રી જે. બી. ઝાલા, શ્રી સચિનભાઈ સિતાપરા, સુ. શ્રી પી.એલ.મંગે વગેરેએ કાર્યરત રહીને વિવિધ સ્પર્ધાઓનું આયોજન સફળતાપૂર્વક પૂર્ણ કર્યુ હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.