શહેરની જીવાદોરી સમાન આજી-1 ડેમની સપાટી 23.16 ફૂટે પહોંચી, દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું
ગઇકાલે સૌરાષ્ટ્રભરમાં મેઘમહેર જોવા મળી હતી. તો જુનાગઢ અને જામનગર પંથકમાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે, ત્યારે રાજકોટ શહેરમાં માત્ર ઝરમર વરસાદ વરસ્યો હતો. તો બીજી તરફ શહેરને પાણી પૂરું પાડતા આજી ડેમની સપાટી હાલ 23.16 ફૂટે પહોંચી છે. ઉપરવાસમાં વરસાદ ન હોવાથી નવા નીરની આવક થઈ નથી. શહેરના ત્રણેય ઝોનમાં માત્ર 4થી 7 મીમી વરસાદ વરસ્યો હોવાનું ફાયર વિભાગે જણાવ્યું હતું.
બીજીતરફ રાજકોટની જળ જરૂરિયાતનાં સૌથી મોટા સ્ત્રોત ગણાતા અને શહેરભરને પાણી પૂરું પાડતા આજી ડેમની સપાટી 23.16 ફૂટ પહોંચી છે. પણ ઉપરવાસમાં પણ વરસાદ નહિ પડ્યો હોવાથી ડેમમાં કોઈ નવા નીરની આવક થઈ નથી. સામાન્ય વરસાદથી ફરીથી ઉકળાટનો સામનો કરતા રાજકોટવાસી મેઘરાજા ક્યારે પધરામણી કરશે તેની રાહ જોઈ રહ્યા છે. જો કે આજીડેમની કુલ સપાટી 29 ફૂટ હોય ઓવરફ્લો થવામાં માત્ર 6 ફૂટનું છેટું છે. ત્યારે આ ચોમાસુ વિદાય લે તે પૂર્વે ડેમ ઓવરફલો થઈ જાય તેવી શક્યતા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.