બોટાદ ખાતે વિશ્વ વસ્તી દિવસની ઉજવણીના ઉપલક્ષ્માં વસ્તી સ્થિરતા લાવવા અંગે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન - At This Time

બોટાદ ખાતે વિશ્વ વસ્તી દિવસની ઉજવણીના ઉપલક્ષ્માં વસ્તી સ્થિરતા લાવવા અંગે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન


બોટાદ ખાતે વિશ્વ વસ્તી દિવસની ઉજવણીના ઉપલક્ષ્માં વસ્તી સ્થિરતા લાવવા અંગે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન

જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુદાણીયાના માર્ગદર્શન અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના નેતૃત્વ હેઠળ બોટાદ જિલ્લામાં ૧૧ જુલાઈ, ૨૦૨૩ વિશ્વ વસ્તી દિવસની ઉજવણીના ઉપલક્ષ્માં વસ્તી સ્થિરતા લાવવા જાહેર જનતામાં લક્ષિત દંપતીઓને જાગૃત કરવા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન હાથ ધરાશે જેમાં બોટાદ જિલ્લાના ૧૮ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ૪ સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતેના આરોગ્ય કર્મીઓ, આશા બહેનો, કોમ્યુનીટી હેલ્થ ઓફિસર વગેરે આરોગ્યની ટીમ દ્વારા વિશ્વ વસ્તી દિવસ ઉજવણીનું સુત્ર “ આઝાદીના અમૃત મહોત્સવમાં અમે સંકલ્પ લઈશું, કુટુંબ નિયોજનને સુખનો વિકલ્પ બનાવીશું” ના થીમ સાથે બે તબક્કામાં ઉજવણી કરાશે.
૨૭ જુન થી ૧૦ જુલાઇ, ૨૦૨૩ દરમિયાન દંપતી સંપર્ક પખવાડિયું તરીકે અને ૧૧ થી ૨૪ જુલાઈ સુધી જન સંખ્યા સ્થિરતા પખવાડિયું તરીકે ઉજવાશે. ૧૧ જુલાઈના દિવસને વિશ્વ વસ્તી દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ ઉજવણીના ભાગ રૂપે બોટાદ જિલ્લામાં સેમીનાર, કુટુંબ કલ્યાણ લોગો, બેનર, પોસ્ટર પ્રદર્શન, પત્રિકા વહેંચણી, લઘુ-ગુરૂ શિબિર, નવદંપતિ શિબિર, સાસુ સંમેલન, પપેટ શો, ભવાઈ નાટ્ય તેમજ આરોગ્યની ટીમ દ્વારા ઘેર-ઘેર મુલાકાત લઇ ઇન્ટર પર્સનલ કોમ્યુનીકેશન દ્વારા લક્ષિત દંપતીઓને કુટુંબ કલ્યાણનું મહત્વ, કુંટુબ કલ્યાણની વિવિધ કાયમી અને બિન કાયમી પધ્ધતિઓ દ્વારા આરોગ્ય શિક્ષણના લાભાલાભ, યોગ્ય ઉંમરે લગ્ન, પ્રથમ બાળક હમણાં નહિ, બે બાળકો વચ્ચે ઓછામાં ઓછો ત્રણ વર્ષનો ગાળો અને નાના પરિવારનું મહત્વ અને દંપતી સંપર્ક દ્વારા સંદેશાની આપ-લે કરવામાં આવશે તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, બોટાદની અખબારી યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટ નિકુંજ ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.