*હિંમતનગર ખાતે પ્રભારી સચિવશ્રી મુરલીક્રિષ્નાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ*
*હિંમતનગર ખાતે પ્રભારી સચિવશ્રી મુરલીક્રિષ્નાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ*
****
*પ્રભારી સચિવશ્રી દ્વારા 702 કામોની સમીક્ષા કરાઈ*
*******
સાબરકાંઠા જિલ્લામાં પ્રભારી સચિવશ્રી મુરલીક્રિષ્નાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લામાં થયેલ કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં જમીન સંપાદન,શાળાના ઓરડા, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય, નિરાધારા વૃદ્ધ સહાય જેવી યોજનાના સિદ્ધ કરેલ લક્ષાન્કની માહિતી મેળવી હતી.
વર્ષ ૨૦૨૨-૨૩દરમિયાન વિવેકાધીન હેઠળના 253, જિલ્લા વહીવટી તંત્રના 14, જિલ્લાકક્ષાએ વિવેકાધીન હેઠળના 14, નગરપાલિકાના 16, પ્રોત્સાહક હેઠળના ત્રણ, ધારાસભ્ય ફંડના 59, જયારે એ. ટી. વી. ટીના 334 મળી કુલ 702 પ્રગતિ હેઠળના કામો કયાં તબક્કે કામગીરી ચાલી રહી છે તે અંગેની સમીક્ષા કરી હતી.
આ ઉપરાંત વર્ષ ૨૦૨૦-૨૧ ના 47 અને ૨૦૨૧-૨૨ના 401 પ્રગતિ હેઠળના કામોની પણ સમીક્ષા કરાઈ હતી.તેમજ જિલ્લામાં બાકી રહેતી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવે,જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા,અધિક નિવાસી કલેકટરશ્રી દિગંત બ્રહ્મભટ્ટ, જિલ્લા પોલીસવડાશ્રી વિશાલ વાઘેલા, પ્રયોજના વહીવટદારશ્રી નિનામા, ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી પાટીદાર,જિલ્લા આયોજન અધિકારીશ્રી, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તેમજ વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓ તેમજ ઉપસ્થિત રહ્યા હતા.
*********
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.