સમસ્ત મહાજન દ્વારા પાલિતાણા ખાતે ત્રણ દિવસનાં “વૈશ્વિક અહિંસા મેગા સંમેલન’’ નું આયોજન   કેન્દ્રીય પશુ – પાલન મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા સાહેબ સંમેલન માં ખાસ હાજરી આપશે   1500 પ્રતિનિધિઓ કાર્યક્રમમાં હાજરી આપશે   રસ ધરાવતા સૌ ને પધારવા જાહેર આમંત્રણ - At This Time

  સમસ્ત મહાજન દ્વારા પાલિતાણા ખાતે ત્રણ દિવસનાં “વૈશ્વિક અહિંસા મેગા સંમેલન’’ નું આયોજન   કેન્દ્રીય પશુ – પાલન મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા સાહેબ સંમેલન માં ખાસ હાજરી આપશે   1500 પ્રતિનિધિઓ કાર્યક્રમમાં હાજરી આપશે   રસ ધરાવતા સૌ ને પધારવા જાહેર આમંત્રણ


  સમસ્ત મહાજન દ્વારા પાલિતાણા ખાતે ત્રણ દિવસનાં “વૈશ્વિક અહિંસા મેગા સંમેલન’’ નું આયોજન

  કેન્દ્રીય પશુ – પાલન મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા સાહેબ સંમેલન માં ખાસ હાજરી આપશે

  1500 પ્રતિનિધિઓ કાર્યક્રમમાં હાજરી આપશે

  રસ ધરાવતા સૌ ને પધારવા જાહેર આમંત્રણ

 

વૈશ્વિક સ્તરે જળ, જન, જમીન, જંગલ, જનાવરની સેવામાં કાર્યરત સમસ્ત મહાજનનાં કાર્યોમાં મુખ્યત્વે શિક્ષણ, આરોગ્ય,  રેસ્ક્યુ વર્ક, ગૌશાળા અને પાંજરાપોળોને સહાય તેમજ સ્વનિર્ભર બનાવવા, સ્વનિર્ભર ખેતી, જળ સંચય, જીવદયા રથ, ભોજન રથ, સામાજિક ઉત્થાન, ખાસ કરીને કુદરતી કે માનવસર્જિત આફતો દરમિયાન તાત્કાલિક સહાય, પશુઓની કતલ તેમજ બલી અટકાવવી, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે જીવદયા, ગૌસેવા, માનવસેવા સહિતનાં અનેકવિધ સત્કાર્યોનો સમાવેશ થાય છે. ૨૧ વર્ષથી વધુ સમયથી સમસ્ત મહાજન પશુ કલ્યાણ, પર્યાવરણ સંરક્ષણ, ગ્રામીણ વિકાસ, માનવ કલ્યાણ, સ્વચ્છતા અભિયાન, કુદરતી આપત્તિઓ દરમિયાન રાહત વગેરે જેવા વિવિધ સામાજિક કારણો તરફ અથાગ મહેનત કરી રહ્યું છે. સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ગિરીશભાઇ શાહ જે ભારત સરકારનાં એનીમલ વેલ્ફેર બોર્ડનાં સદસ્ય છે તેઓ વર્તમાન સમયમાં તે જીવનનો મહતમ સમય જીવદયા, ગૌસેવા, માનવસેવા, શાકાહાર પ્રચાર પ્રસાર સહિતની પ્રવૃતિઓમાં વ્યસ્ત રહે છે. આવા માનવતાવાદી હેતુ માટે ગિરીશભાઈના નોંધપાત્ર યોગદાનને સમાજ દ્વારા ખૂબ જ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. તેમને અને સમસ્ત મહાજનને જીવદયા રત્ન, પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે ઇન્દિરા પ્રિયદર્શીની વૃક્ષમિત્ર એવાર્ડ, આચાર્ય ચાણક્ય – ૨૦૨૦ સહિત અનેક પુરસ્કારો એનાયત કરવામાં આવ્યાં છે. કચ્છ, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિતનાં અનેક વિસ્તારોમાં ૩૦૦થી વધુ ગામોમાં તળાવ ઊંડા કરવા, ગૌચર નિર્માણ સહિતનાં કાર્યો માટે સમસ્ત મહાજન સેવારત છે.

ભારત સરકારના પશુપાલન અને ડેરી મંત્રાલયના કેબિનેટ મંત્રીશ્રી પરષોત્તમ રૂપાલાજી તારીખ 9 જુલાઈ, 2023 રવિવારના રોજ સવારે 8 : 30 કલાકે પાલિતાણા તળેટી ખાતે દર્શન કરીને આ કાર્યક્રમની શુભ શરૂઆત કરશે ત્યારબાદ સવારે 9 : 00 વાગ્યે પાલિતાણા ખાતે સંમેલનનું સંબોધન કરી માર્ગદર્શન આપશે ત્યારબાદ સવારે

11 : 00 વાગ્યે પાલિતાણાથી હણોલ ખાતે પ્રસ્થાન કરશે અને હણોલ ખાતે સમસ્ત મહાજન દ્વારા કરવામાં આવેલ ગૌચર વિકાસ, તળાવ તથા વૃક્ષારોપણ પ્રવૃતિઓની મુલાકાત લેશે.

સમસ્ત મહાજન દ્વારા પાલીતાણા ખાતે ત્રણ દિવસનાં “વૈશ્વિક અહિંસા મેગા સંમેલન’’ નું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રણ દિવસનાં કાર્યક્રમમાં સફાઈ અભિયાન, સ્નેહમિલન સંમેલન, ગુજરાતનાં એક આદર્શ ગામ હાણોલ, પાલીતાણાની મુલાકાત, સમસ્ત મહાજન દ્વારા ગ્રામીણ ક્ષેત્રમાં કરવામાં આવતા વિકાસ કાર્યોનું અવલોકન, સાંસ્કૃતિક કાર્યક્રમ, આચાર્ય ભગવંતજીનાં આશિર્વચન, સમસ્ત મહાજનનાં પદાધિકારીઓ, કાર્યકર્તા સમિતિ, સલાહકાર બોર્ડની સમીક્ષા બેઠક વગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં પૂજ્ય શ્રી લલીત કિશોર શરણજી મહારાજ (શ્રી સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ, મોટા મંદિર લીમડી), ગુરુઆશ્રમ, બગદાણાનાં મેનેજીંગ ટ્રસ્ટી શ્રેષ્ઠી વર્ય શ્રી મનજીદાદા મુખ્ય મહેમાન તરીકે હાજરી આપશે. આ “વૈશ્વિક અહિંસા મેગા સંમેલન’’માં જીવદયા સંસ્થાઓને સ્વાવલંબન તરફ વાળવા, ગૌ આધારીત સાંસ્કૃતીનું પુનઃસ્થાપન, ગૌચર વિકાસ, ગૌ આધારીત કૃષિ-આરોગ્ય અને પર્યાવરણર્થે જનજાગરણ, ગૌપાલન, જીવરક્ષા અંગેના વિવિધ કાયદાઓનું નિર્માણ તથા હાલના કાયદાઓના કડક અમલીકરણ, ગૌ સંવર્ધનને પ્રોત્સાહન, ગૌશાળા—પાંજરાપોળની આંતર માળખાકિય સુવિધાઓ ઉભી કરવા, પશુ-પક્ષીઓના આરોગ્યની જાળવણી, ભાવના અને વિજ્ઞાનનો સમન્વય, માનવ માત્રમાં પક્ષીઓ, પ્રાણીઓ પ્રત્યે વધુ કરૂણા જગાડવા, વરસાદી પાણીનો સંગ્રહ, સ્વદેશી વૃક્ષોનું વાવેતર, સ્વચ્છ દૂધ ઉત્પાદનોની ઉપલબ્ધી, પાકની રક્ષા માટે અહિંસક–સ્વદેશી ઉપચારો, શાકાહાર પ્રચાર-પ્રસાર સહિતના અનેકો મુદા ઉપર વિસ્તૃત, પ્રેકટીકલ અને દૃષ્ટાંતો સહિત પરીણામલક્ષી ચર્ચા કરાશે. આ સંમેલનમાં સાધુ-સંતો તેમજ દેશના જાહેર જીવનના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહેશે. પ્રવાસ દરમ્યાન રાજસ્થાનના મેવાડની જોવા લાયક, અભ્યાસ લાયક ગૌશાળાઓ—પાંજરાપોળોની મુલાકાતો લેવાશે, પ્રત્યક્ષ માર્ગદર્શન અપાશે.

આ કાર્યક્રમ તા. 8, 9, 10 જુલાઈ, 2023 એ પાલિતાણા ખાતે રાખવામાં આવ્યો છે. આ સંમેલનમાં હાજરી આપનારની રહેવા – જમવાની વ્યવસ્થા સમસ્ત મહાજન દ્વારા, વહેલા તે પહેલાના ધોરણે, નિયમાનુસાર, નિઃશુલ્ક કરવામાં આવશે. સંમેલન સ્થળે જે – તે જીવદયાપ્રેમી એ સ્વખર્ચે પહોંચવાનું રહેશે. સૌ ને કાર્યક્રમમાં હાજરી આપવા સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ગિરીશભાઈ શાહ (મો. 9820020976) દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમની વિશેષ જાણકારી માટે પરેશ શાહ(મો. 9819301298), દેવેન્દ્ર જૈન (મો. 9825129111), મિત્તલ ખેતાણી(મો. 9824221999), અજયભાઈ શેઠ(મો. 9426228018), ગિરીશ સત્રા(મો. 9820163946) નો સંપર્ક કરવા સમસ્ત મહાજનની યાદીમાં જણાવાયું છે.  

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.