બાલાસિનોરમાં મામલતદાર કચેરીમાં એજન્ટોની મનમાનીની ફરિયાદ
બાલાસિનોર મામલતદાર કચેરીમાં આવકના દાખલા, જાતિના દાખલા, સોલવંશી માટે રોજ અરજદારો આવતા હોય છે. જેમાં કેટલાક એજન્ટો કચેરી પાસે આંટાફેરા મારતા હોય છે. અધિકારીના નામે અરજદારો પાસે રૂપિયાના મસમોટા વહીવટો કરતા હોવાના આક્ષેપ પણ ઉઠ્યા છે. ત્યારે જેઠોલીના અરજદાર અરવિંદ ચૌહાણ
સોલવંશી માટે બાલાસિનોર મામલતદાર ખાતે આવ્યા હતા. ત્યારે પાંડવાના એજન્ટે કાગળો કરવા માટે અરજદાર પાસેથી બારોબાર કાગળો કરી કામ પતાવવાના 10 હજાર પડાવ્યાનો આક્ષેપ કર્યો હતો. મારે વહેવાર ઓફિસમાં કરવો પડશે. બાદ અરજદાર દાખલા માટે ધક્કા ખાઈ કંટાળીને એજન્ટ પાસેથી નાણાં પરત અપાવી તેની સામે કાર્યવાહી કરવા મામલતદારને ફરિયાદ કરી હતી.
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.