તારે રૂપિયા આપવા પડશે નહિતર ફીટ થઇ જઇશ કહી યુવક પર હુમલો
સિંધી કોલોની ઝુલેલાલનગરમાં રહેતો હિતેષ કનૈયાલાલ તોલાણી (ઉ.વ.22) ને આજરોજ દિલીપ ચંદ્રકાંત મોટાણી તેની પત્ની ભારતીબેન અને કિરણે ધમકી આપી માર મારતા સારવારમાં સીવીલ હોસ્પિટલે ખસેડાયો હતો. પ્રાપ્ત વિગત અનુસાર હિતેષભાઇ અગાઉ ધર્મેન્દ્ર રોડ પર આવેલ ટી પોઇન્ટ પર કામ કરતા હતા ત્યારે તેની સાથે કામ કરતો જેકી નામનો યુવક નીચે પટકાતા તેને આંખ ગુમાવી દીધી હતી. જે મામલે હિતેષે જેકીને રૂા. 1.50 લાખની મદદ પણ કરી હતી. જે બાદ જેકીના પરિવારજનો અવારનવાર ધમકી આપી હેરાન કરતા હતા અને આજે સવારે કોર્ટ બિલ્ડીંગ પાસે બોલાવી તારે રૂપિયા આપવા જ પડશે નહીંતર તને દુષ્કર્મના કેસમાં ફસાવી દેશું કહી હુમલો કર્યો હતો. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.