રાજકોટનાં વોર્ડ નંબર 18માં પ્રાથમિક સુવિધા અભાવને લઈ ફરી વિરોધ, પોલીસ કાફલો દોડી ગયો - At This Time

રાજકોટનાં વોર્ડ નંબર 18માં પ્રાથમિક સુવિધા અભાવને લઈ ફરી વિરોધ, પોલીસ કાફલો દોડી ગયો


રાજકોટ શહેરમાં નવા ભળેલા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓનો આભ. હોવાની ઘટનાઓ સમયાંતરે સામે આવી રહી છે. ત્યારે આજે રાજકોટનાં વોર્ડ નંબર 18માં પ્રાથમિક સુવિધા અભાવને લઈ સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. છેલ્લા 3 વર્ષથી કોઠારીયા વિસ્તારનાં લોકો પરેશાની ભોગવી રહ્યા હોય સાંઈબાબા સર્કલ પાસે સ્થાનિકોએ એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં સ્થાનિકોએ ચક્કાજામ સર્જી દેતા સ્થાનિક પોલીસનો કાફલો દોડી ગયો હતો. તેમજ સમજાવટથી મામલો થાળે પાડવાના પ્રયાસો શરૂ કર્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.