વિસાવદર માં અનિયમિત વીજ પુરવઠા ને લઈને ટિમ ગબ્બર ની રજુવાત
વિસાવદર પી.જી.વી.સી.એલ.દ્વારા શહેરમાં અડધીરાત્રે વીજ પ્રવાહ કોઈપણ જાતની જાણ કર્યા વગર બંધ કરાતો હોય તથા ઓફિસનો ફોન રિસીવ થતો ન હોય અને અધિકારી મોબાઈલ ઉપાડતા ન હોય તેથી કાર્યવાહી થવા બાબતટિમ ગબ્બર ની રજુવાત
અમો ટિમ ગબ્બર ગુજરાતના કે.એચ.ગજેરા એડવોકેટ સુરત તથા વિસાવદરના એડવોકેટ નયનભાઇ જોશીને શહેર લોકો તરફથી રજુઆત મળેલ છે કે,જૂનાગઢ જિલ્લાના વિસાવદર શહેર માં છેલ્લા ઘણા સમયથી રાત્રે કોઈપણ પ્રકારની અગાવથી જાણ કર્યા વગર પી.જી.વી. સી. એલ.નાઅધિકારીઓ, કર્મચારીઓ ગમે ત્યારે મનસ્વીરીતે વીજકાપ હોય તે રીતે વીજ પ્રવાહ બંધ કરી દેતા હોવાની વ્યાપક પ્રમાણમાં ફરિયાદો ઉઠેલ છે અને પ્રજાના ઉપયોગ માટે આપવામાં આવેલ ટેલિફોન ક્યારેય રિસીવ થતો નથી આ બાબતે અનેકવાર રજૂઆતો કરવા છતાં પી.જી.વી. સી.એલ. કચેરી કે તેના સ્ટાફમાં સુધારો થતો નથી.અને ફોન રિસીવ કરતા નથી. આ બાબતે અધિકારીને ફોન કરતા તે પણ રિસીવ કરતા નથી કે ફોન કે મોબાઈલ ઉપાડવાની તસ્દી પણ લેતા નથી અને આ બાબતે અવારનવાર જિલ્લાના કાર્યપાલક ઇજનેર સુધી ફરિયાદો કરવા છતાં કોઈ સુધારો થતો નથી.તેથી આ બાબતે લોકોને ઘણી મોટી અગવડતા ઉભી થાય છે તેથી વિસાવદર સિટીના નાયબ ઇજનેરશ્રી વિસાવદર સિટીના જવાબદાર અધિકારી સામે જરૂરી કાર્યવાહી કરી ફરીથી આવી ફરિયાદ પ્રજામાંથી ન આવે તે માટે યોગ્ય કરવા અમારી ટિમગબ્બરની માગણી છે
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.