ડિપ્રેશનમાં ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
રાજકોટના માધાપર ગામમાં આવેલા સિંધોઈ નગરમાં રહેતા યુવાને પોતાના ઘરે ફાંસો ખાઇ આપઘાત કરી લીધાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.વધુ વિગતો મુજબ, માધાપર ગામના સિંધોઈ નગરમાં રહેતા નિલેશ જગદીશભાઈ મકવાણા નામના 23 વર્ષના યુવાને આજે સવારના સમયે પંખાના હુકમા વાયર બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. તેમના મૃત્યુ દેહને સિવિલ હોસ્પિટલે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. પરિવારના જણાવ્યા મુજબ,નિલેશ અગાઉ મજૂરીકામ કરતો હતો.પરંતુ,છેલ્લા 20 દિવસથી કામધંધે જતો ન હતો અને પોતે બે ભાઈમાં નાનો હતો.આજે સવારના સમયે માતા નિલેશને ઉઠાડવા જતા તેમનો દરવાજો બંધ હતો અને જેથી આજુબાજુના લોકોને બોલાવી દરવાજો તોડી જોતા પુત્ર નિલેશ લટકતી હાલતમાં જોવા મળ્યો હતો.યુવકના મૃત્યુથી પરિવારમાં શોક છવાયો છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.