બોટાદ સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ (નેત્રમ) સર્વેલન્સ ટીમની મદદથી રીક્ષામાં ભૂલી ગયેલ મોબાઈલ પરત અપાવતી બોટાદ પોલીસ - At This Time

બોટાદ સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ (નેત્રમ) સર્વેલન્સ ટીમની મદદથી રીક્ષામાં ભૂલી ગયેલ મોબાઈલ પરત અપાવતી બોટાદ પોલીસ


બોટાદ સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ (નેત્રમ) સર્વેલન્સ ટીમની મદદથી રીક્ષામાં ભૂલી ગયેલ મોબાઈલ પરત અપાવતી બોટાદ પોલીસ

બોટાદ પોલીસ સ્ટેશન ખાતે તા.૨૫/૦૫/૨૦૨૩ ના રોજ એક અરજદાર આવેલ અને જણાવેલ કે, તા.૨૫/ ના ક.૧૬/૦૦ થી ક.૧૬/૩૦ વાગ્યા દરમ્યાન તેઓ ટાવર રોડથી રિક્ષામાં બેસી તાજપર સર્કલ જતા રિક્ષામાં અરજદાર પોતાનો મોબાઈલ ભૂલી ગયેલ જે કિંમત રૂપિયા ૧૩,૯૯૦/- નો હોય, ત્યારબાદ તેઓએ ઘણી શોધખોળ કરવા છતાં મળેલ નહી, જેથી તેઓએ બોટાદ પોલીસની મદદ માંગતા સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ સેન્ટર (નેત્રમ) નો સંપર્ક કરી સઘળી હકીકત જણાવતા નેત્રમ ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એસ.કે.જાડેજા સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ ફરજ પરના નેત્રમના સર્વેલન્સના પોલીસ કર્મચારીઓ તથા આઉટસોર્સ એન્જીનીયરનાઓએ બોટાદ શહેરમાં VISWAS પ્રોજેકટ અંતગર્ત લાગેલ સી.સી.ટી.વી. કેમેરાનું રેકોર્ડિંગ તેમજ ITMS સોફ્ટવેરની મદદથી રિક્ષા નો રજી.નં. GJ-06-AY-3909 શોધી કાઢી અને રિક્ષાચાલકનો સંપર્ક કરી અરજદારને ભૂલી ગયેલ મોબાઈલ પરત અપાવેલ છે.
મુદામાલઃ-
(૧) OPPO કંપનીનો મોબાઈલ કિંમત રૂપિયા ૧૩,૯૯૦/- પરત અપાવેલ

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.