ગુજરાત હાઇકોર્ટે નાં જાણીતા વિદ્વાન ધારાશાસ્ત્રી પ્રશાંતભાઈ ચાવડા દ્વારા જન હિતમાં જીલ્લામાં ચાલતાં કથિત ડુપ્લીકેટ રેશન કાર્ડ કોભાંડ બાબતે હાઇકોર્ટમાં પીઆઇએલ દાખલ - At This Time

ગુજરાત હાઇકોર્ટે નાં જાણીતા વિદ્વાન ધારાશાસ્ત્રી પ્રશાંતભાઈ ચાવડા દ્વારા જન હિતમાં જીલ્લામાં ચાલતાં કથિત ડુપ્લીકેટ રેશન કાર્ડ કોભાંડ બાબતે હાઇકોર્ટમાં પીઆઇએલ દાખલ


ગુજરાત હાઇકોર્ટે નાં જાણીતા વિદ્વાન ધારાશાસ્ત્રી પ્રશાંતભાઈ ચાવડા દ્વારા જન હિતમાં જીલ્લામાં ચાલતાં કથિત ડુપ્લીકેટ રેશન કાર્ડ કોભાંડ બાબતે હાઇકોર્ટમાં પીઆઇએલ દાખલ

ભાવનગર જિલ્લા માં ચાલતા ડુપ્લીકેટ રેસન કાર્ડ ના કૌભાંડ વિષયે તાજેતરમાં દાખલ કરવામાં આવેલ પી આઈ એલ
________________________________
1.)ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લામાં પ્રચંડ પ્રચલિત રેશનકાર્ડ કૌભાંડ દ્વારા છેતરપિંડી કરવામાં આવી રહી છે તેવા લોકોના સામાન્ય હિતમાં અરજી કરવામાં આવેલ છે
2.) ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લામાં એક વિશાળ રેશનકાર્ડ કૌભાંડ બહાર પ્રકાશિત થયું છે. આ કૌભાંડ એ પ્રકારનું છે જેમાં એક જ વ્યક્તિ કુટુંબ ના નામે બે રેશનકાર્ડ બનાવી ને સરકારી નીતિઓનો ગેર લાભ ઉઠાવી સરકાર અને સામાન્ય જનતા સાથે છેતરપિંડી થઇ રહી છે. આ કૌભાંડમાં આવી વ્યક્તિઓ સાથે વિક્રેતાઓ અને દુકાન માલિકો અને સરકારી અધિકારીઓ પણ સંડોવાયેલા હોવાનું પણ જણાય છે.

3.) કૌભાંડમાં ડુપ્લિકેટ રેશનકાર્ડ બનાવવા, એક જ વ્યક્તિ ના બે રેસન કાર્ડ બનાવવા ,અસ્તિત્વમાં ન હોય તેવી વ્યક્તિઓને રેશનકાર્ડ આપવા , કુટુંબ ના સભ્યો ના હોય તેવા નામો નો રરેસન કાર્ડ માં ઉમેરો કરવો અને સરકારી દસ્તાવેજો બનાવટી બનાવવાનો સમાવેશ થાય છે. અન્ય બાબતોની સાથે ડુપ્લિકેટ રેશન કાર્ડ બનાવવા..સરકારી રાશનની દુકાનોના વેચાણકર્તાઓ દ્વારા વ્યાપક પ્રમાણ માં ભ્રષ્ટાચાર થયા ની માહિતી પ્રાપ્ત થયેલ છે .જે બાબત ના તમામ દસ્તાવેજી પુરાવા સાથે હાલ ની પી આઈ એલ દાખલ કરવામાં આવેલ છે .
4.) કરોડોનું એક મોટું કૌભાંડ ચાલી રહ્યું છે, જેમાં પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સ્કીમ (PDS) હેઠળ ગરીબો માટેના અનાજને રેશનની દુકાનના માલિકો અનાજ ના જથ્થા નો ખોટો સંગ્રહ કરી ને ખુલ્લા બજાર તરફ વાળવામાં આવી રહ્યું છે.

આ કૌભાંડ બાબત ની ભાવનગર કલેકટર - એસ પી ને પણ ભૂતકાળ માં રજૂઆત કરવામાં આવેલ હતી

રીપોટર-અશોક ચૌહાણ

ગારિયાધાર

ભાવનગર

99 781 28 943


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.