બાલાસિનોર પોલીસ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.
બાલાસિનોર પોલીસ દ્વારા વિશ્વ પર્યાવરણ
દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે વૃક્ષારોપણ કર્યું.
વિશ્વપર્યાવરણ દિન અને આઝાદી કા અમૃત મહોત્સવ ની થીમ પર વૃક્ષારોપણ કરવામાં આવ્યુ
બાલાસિનોર પોલીસ ની પહેલ એક વૃક્ષ એક જીવન અંતર્ગત બાલાસિનોર નવીપોલીસ લાઇન ખાતે વિવિધ ૧૦૦ જેટલા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાલાસિનોર પી.આઇ.એ.એન.નિનામા.,પી.એસ.આઇ.ચંદ્રસિહ સિસોદીયા તેમજ પોલીસ સ્ટાફના ભાઇઓ અને બહેનો જોડાયાં હતાં.
વર્તમાન સમયમાં વાતાવરણમાં પ્રદુષણની માત્રામાં દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે જેના કારણે ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતી સર્જાતાં હાલમાં ચિંતાનો વિષય બન્યો છે. આવા સંજોગોમાં દરેક વ્યક્તિએ પર્યાવરણની જાળવણી કરવા માટે પ્રયાસ કરવો ખુબજ અનિવાર્ય બની ગયું છે. વૃક્ષોનું રોપણ કરવું તેમજ વૃક્ષારોપણ બાદ તે વૃક્ષોનું યોગ્ય રીતે ઉછેર થાય તે . જરૂરી છે.
વૃક્ષોના જતનથી વૃક્ષારોપણનું જે ઉમદા કાર્ય છે જે હેતુને સિદ્ધ કરવા માટે વર્તમાન સમયમાં દરેક નાગરિક વૃક્ષારોપણ કરી ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનો ઉછેર કરે તો પણ હરિત ક્રાંતિ સર્જાઈ શકે છે.
જે ઉદ્દેશ્ય સાથે બાલાસિનોર પોલીસ દ્વારા નવી પોલીસ લાઇન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો .એક વૃક્ષ એક જીવન અભિયાન અંતર્ગત વવાયેલું દરેક વૃક્ષ પર્યાવરણના જતનમાં તમારૂ અંગત યોગદાન ગણાશે.
*રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહિસાગર*
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.