દામનગર માં કાયમી ચીફ ઓફિસરની નિમણૂક કરો ક્રિમીલેયર જાતિના આવક સહિત ના દાખલા માટે લાઠી ધક્કા
દામનગર માં કાયમી ચીફ ઓફિસરની નિમણૂક કરો ક્રિમીલેયર જાતિના આવક સહિત ના દાખલા માટે લાઠી ધક્કા
દામનગરમાં ચીફ ઓફિસરની નિમણૂક કરવા સામાજિક કાર્યકરની રજૂઆત
દામનગરમાં આજુબાજુના ૨૦ ગામડાઓ લાગુ પડે છે પરંતુ દામનગર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પાયાની સુવિધાઓ જેવી કે ૭/૧૨, ૮, નોન ક્રિમીલેયરના દાખલા, જાતિના દાખલા, રેશનકાર્ડની કામગીરી માટે લાઠી જવું પડે છે. આવવા-જવાના ૩૪ કિ.મી.નો ધક્કો થાય છે. એ તો ઠીક પરંતુ --વખત ધક્કા થાય ત્યારે કામ પૂર્ણ થાય છે.
આથી ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકોને પોતાના ધંધા-રોજગાર પાડીને લાઠી ધક્કો ખાવો પડે છે જેના કારણે ખુબ જ હાલાકી ભોગવવી પડે છે. જો આ બધી સુવિધા દામનગર ખાતે રારૂ કરવામાં આવે તો દામનગર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોને સરળતાથી પોતાના ધંધો-રોજગાર પાડ્યા વિના આ કામ થઈ શકે તેમજ દામનગર નગરપાલિકામાં ચિહ્ન ઓકિસર ઇન્ચાર્જ તરીકે છે ઓફિસર સપ્તાહમાં બે દિવસ આવે છે. પણ છેલ્લા દસ દિવસ થી આવ્યા જ નથી આથી અરજદારોને આવકના દાખલા, બાંધકામ પરવાનગી માટે વારંવાર ધક્કા ખાવા પડે છે અને સમયસર કામ થતું નથી. તો ચીફ ઓફિસરની કાયમી નિમણૂંક કરવાની માંગણી દામનગરના સામાજિક કાર્યકર હિતેશ એમ નારોલા (રોબર્ટ) દ્વારા ક્લેક્ટરને કરવામાં આવેલ છેતેમજ મુખ્યમંત્રી, મહેસુલમંત્રી, સંસદ સહિત ને પત્ર પાઠવી રજુઆત કરેલ છે
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.