બોટાદ માહિતી કચેરી ખાતેથી રોજગાર સમાચારનો “કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૩” વેચાણથી ઉપલબ્ધ - At This Time

બોટાદ માહિતી કચેરી ખાતેથી રોજગાર સમાચારનો “કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૩” વેચાણથી ઉપલબ્ધ


બોટાદ માહિતી કચેરી ખાતેથી રોજગાર સમાચારનો “કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૩” વેચાણથી ઉપલબ્ધ

ગુજરાતના માહિતી ખાતાએ વાર્ષિક પરંપરા અનુસાર જાણકારીના ભંડાર જેવા દળદાર ગુજરાત રોજગાર સમાચારના “કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૩” નું પ્રકાશન કર્યું છે. આ વિશેષાંકમાં વિવિધ વિષયોના તજજ્ઞો દ્વારા દસમા અને બારમા ધોરણ પછીના શૈક્ષણિક અભ્યાસક્રમો અને તાલીમોની સગવડો, પ્રોફેશનલ કોર્સિસ અને સંસ્થાઓ સહિતની ઉપયોગી માહિતી આપતા લેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે. માત્ર રૂા. ૨૦/-ની કિંમતે આ વિશેષાંક જિલ્લા માહિતી કચેરી, જિલ્લા કલેક્ટર કચેરીના ભોંય તળિયે,બોટાદ ખાતેથી કામકાજના દિવસોમાં કચેરી સમય દરમિયાન વેચાણથી મળી રહેશે, જેની જાહેર જનતાએ નોંધ લેવા જણાવાયું છે.

રિપોર્ટ, નિકુંજ ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.