જાયન્ટ્સ હિંમતનગર અને જાયન્ટ્સ હિંમતનગર સહિયર નો પદગ્રહણ અને શપથવિધિ સમારંભ યોજાયો............. - At This Time

જાયન્ટ્સ હિંમતનગર અને જાયન્ટ્સ હિંમતનગર સહિયર નો પદગ્રહણ અને શપથવિધિ સમારંભ યોજાયો………….


જાયન્ટ્સ હિંમતનગર અને જાયન્ટ્સ હિંમતનગર સહિયર નો પદગ્રહણ અને શપથવિધિ સમારંભ યોજાયો.............
તારીખ 28/5/ 2023 ને રવિવારના રોજ હિંમતનગર જાગા સ્વામી ભવન હોલ ખાતે જાયન્ટ્સ હિંમતનગર અને જાયન્ટ્સ સહિયર હિંમતનગરનો પદગ્રહણ અને શપથવિધિ સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમની શરૂઆત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય , જાયન્ટ્સની પ્રાર્થના અને રાષ્ટ્રગાન સાથે થઈ હતી.જેમાં પ્રમુખ તરીકે એડવોકેટ જયંતભાઈ આર. જોશી, જ્યારે ઉપપ્રમુખ તરીકે પંકજભાઈ જે.મહેતા, હિરેનભાઈ એમ.ભટ્ટ, મંત્રી તરીકે નિગમભાઇ આર. જોશી, ખજાનચી તરીકે મહેશભાઈ એસ.ભટ્ટ અને આંતરિક ઓડિટર તરીકે નિશાનભાઇ બી.ઉપાધ્યાય એ શપથ ગ્રહણ કર્યા હતા.જાયન્ટસના સભ્યો એ પણ શપથ ગ્રહણ કર્યા હતા સહિયરના પ્રમુખ તરીકે પ્રો. રીટાબેન આર.જોષી, ઉપપ્રમુખ તરીકે સોનલબેન પી.મહેતા, દીનાબેન એમ.ભટ્ટ , મંત્રી તરીકે ફાલ્ગુનીબેન એન.ઉપાધ્યાય અને આંતરિક ઓડિટર તરીકે રાજશ્રીબા જે.રહેવર એ શપથ ગ્રહણ કર્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન મંત્રી શ્રી નિગમભાઈ જોશી કર્યું હતું. કાર્યક્રમમાં બોર્ડ ઓફ ડિરેક્ટર માંથી ઝોન ચેરમેન વી.કે.પટેલ સાહેબ , સેક્રેટરી સુકેતુભાઈ, વિઠ્ઠલભાઈ પટેલ, નિલેશભાઈ જોશી, હિતેન્દ્રભાઈ મોદી, કૌશિકભાઈ પટેલ અને એડવાઈઝર દ્રુપદભાઈ જોષી પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં જાયન્ટ્સ હિંમતનગરની કાર્યશૈલી અને પ્રોજેક્ટ ની વિગત ખજાનચી મહેશભાઈ ભટ્ટ એ આપી હતી. જ્યારે કાર્યક્રમના અંતે પ્રતિભાવ રીટાબેન જોશી આપ્યા હતા. કાર્યક્રમમાં જાયન્ટસના બધા જ સભ્યો પરિવાર સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દાતાશ્રી સંજયભાઈ પટેલ, અલ્પેશભાઈ પટેલ, ડો. મયુરભાઈ ચૌધરી હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે આભારવિધિ ઉપપ્રમુખ પંકજભાઈ મહેતાએ કરી હતી અને સૌ ભોજન લઈ છૂટા પડ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.