વોર્ડ નં.18ની સોસાયટીઓમાં પીવાનું પાણી ડહોળું આવતા સ્થાનિકોમાં રોષ, તાત્કાલિક ઉકેલ લાવવા માંગ
રાજકોટ શહેરમાં એકતરફ કાળઝાળ ગરમી પડી રહી છે. બીજીતરફ સૌની યોજના દ્વારા ડેમોમાં પૂરતું પાણી હોવા છતાં કેટલાક વિસ્તારોમાં લોકોને પીવાનું પાણી ડહોળું આવતું હોવાની ફરિયાદો સમયાંતરે આવતી હોય છે. ત્યારે આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં રાજકોટનાં વોર્ડ નં. 18ની સોસાયટીઓમાં પીવાનું પાણી ડહોળું આવતા સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. અને સ્થાનિકો દ્વારા તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લાવવા માંગ કરવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.