બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના ૩૩ મી સ્થાપના દિવસે આર્થિક સહયોગથી ગીરગંગા પરીવાર ટ્રસ્ટ દ્વારા ૩ ચેકડેમોનો જીર્ણોધ્ધાર કરીને અનોખી પાણીદાર ઉજવણી. - At This Time

બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના ૩૩ મી સ્થાપના દિવસે આર્થિક સહયોગથી ગીરગંગા પરીવાર ટ્રસ્ટ દ્વારા ૩ ચેકડેમોનો જીર્ણોધ્ધાર કરીને અનોખી પાણીદાર ઉજવણી.


બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના ૩૩ મી સ્થાપના દિવસે આર્થિક સહયોગથી ગીરગંગા પરીવાર ટ્રસ્ટ દ્વારા ૩ ચેકડેમોનો જીર્ણોધ્ધાર કરીને અનોખી પાણીદાર ઉજવણી.

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકા ના હિદળ ગામે બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના આર્થિક સહયોગથી અને ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૩ ચેકડેમો નો જીર્ણોધ્ધાર નું ખાતમૂર્ત થયું, જેમાં પધારેલ મહેમાનશ્રી રાધા રમણ સ્વામીએ લોકોને સંદેશ આપેલ કે પાણી ફેક્ટરીમાં બનતું નથી આપણે જ વરસાદી પાણી સાચવવું પડશે, તેમજ બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી જયેશભાઈ ઉપાધ્યાયએ જણાવેલ કે વર્ષોથી માનવ સેવા કરતાં કરતાં પ્રકૃતિના સર્વે જીવોની રક્ષા કરવા માટે વરસાદી પાણી બચાવવું ખૂબ જરૂરી છે અને ધર્માત્માઓ સમાજને પાણી બચાવવાનો આ રસ્તો બતાવે તો આપને પાણીપ્રશ્ન હમેશા માટે દૂર થઈ જશે.
જેમાં રાધા રમણ સ્વામી સ્વામિનારાયણ મુખ્ય મંદિર, વિવેક સ્વામી કોઠારી બાલાજી મંદિર, જે. વી. શાહ - પૂર્વ RTO અધિકારી, જયેશભઈ ઉપાધ્યાય - બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના, શાંતિભાઈ ફળદુ – કિડની હોસ્પિટલ, કિશોરભાઇ કુંડારિયા - કુંડારિયા ફાઉન્ડેશન, હસમુખભાઈ ચૌહાણ - GIDC મેટોડા, ગૌરવભાઈ, સુધીરભાઈ, સુરેશભાઇ મારુ – નિવૃત પોલીસ અધિકારી, હિદળ ગામના સરપંચશ્રી તથા ઉપસરપંચ, બહોળી સખ્યાંમાં બહેનો તેમજ ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઇ સખિયા, દિનેશભાઈ પટેલ, વિઠ્ઠલભાઈ બાલધા, ભૂપતભાઈ કાકડિયા અને અન્ય ટ્રસ્ટીશ્રીઓ હાજર રહ્યા હતા.
આ ચેકડેમોમાં કુદરતી વરસાદના શુદ્ધ પાણીનો કરોડો લીટર જથ્થો સ્ટોરેજ થશે અને જમીનના તળોમાં ઊંડે સુધી ઉતરશે, પૂરતા પાણીથી ખેડૂતો દ્વારા પેસ્ટીસાઈડ - દવા, ખાતર વિના એટલે કે ઝેર મુક્ત ખેતી થશે અને તેમાંથી અનાજ, કઠોળ અને ફ્રુટ આરોગનારા લોકો પણ નિરોગી બનશે, પરિણામ સ્વરૂપે સારા અને શુદ્ધ ઉત્પાદનથી ખેડૂતોને ખેતીની આવકમાં ખૂબ મોટો ફાયદો થવાથી ખેડૂતો સધ્ધર બનશે.
ગીરગંગા પરીવાર ટ્રસ્ટ દ્વારા આપણે લોકોને અપીલ કરવામાં આવે છે કે આપણી આવકમાંથી કે આપણા સમયમાંથી ૧% સમય કે આવક કાઢી જો આ વરસાદી પાણી બચાવવાની ઝુંબેસમાં આપ સહયોગ આપીને આ પૃથ્વી પરના સૌથી જરૂરી અને ઉત્તમ કાર્યમાં જોડાય અને પ્રકૃતિ સાથે પ્રાણ એટલે કે સર્વે જીવસૃષ્ટિની રક્ષા કરીએ અને માનવ સર્જીત આ પ્રદૂષણ યુક્ત વાતાવરણને શુદ્ધ કરવામાં અને ઋતુચક્રને સરખું કરી ને પંચ મહાભૂતની રક્ષા કરવામાં ક્યાંક ને ક્યાંક મદદરૂપ થઈને પ્રકૃતિની રક્ષા કરીએ.
વધુ માહિતી માટે મો. ૯૪૨૭૨૦૭૮૬૮, મો.૯૮૨૪૨૩૮૭૮૫ સંપર્ક કરવા વિનંતી.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.