તા.૩૧/૫/૨૩ બુધવારે જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ – સાહેલી દ્વારા વિના મૂલ્યે ફિઝીઓથેરાપી કેમ્પ યોજાશે
જન સેવા અને સંસ્કાર નું સિંચન કરતી અને અનેકવિધ માનવસેવકીય પ્રવૃત્તિઓ કરતી સેવા સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ - સાહેલી દ્વારા વિના મૂલ્યે ફિઝીઓથેરાપી કેમ્પ તા.૩૧/૫/૨૩ બુધવારે સવારે ૧૦:૦૦થી ૧૨:૦૦કલાકે આશાપુરા મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ , બસ સ્ટેન્ડ સામે , જીવનધારા હોસ્પિટલ પાછળ બોટાદ ખાતે યોજાશેજેમાં લકવો ,સંધિવા ,કમરનો દુખાવો ,સ્નાયુઓ નો દુખાવો , સાઈટીકા તથા સ્ટીમબાથ વગેરે ની ફિઝીઓથેરાપી માર્ગદર્શન /સારવાર ભાવનગર ના અનુભવી અને નિષ્ણાંત ડો.નયનાબેન સોલંકી દ્વારા વિના મુલ્યે કરવામાં આવશે. કેઇસ નોંધાવવા હેમલતા બેન દેસાઈ.મો.નં.9924247635...બેલાબેન રોજેસરા મો.નં.8530638465 તથા સોનલબેન આદેસરા મો.નં.9773424732 પર સંપર્ક કરવો.કેમ્પ ના દિવસે નામ લખવામાં આવશે નહીં જેની ખાસ નોંધ લેવા સંસ્થા દ્વારા જણાવાયું છે
રિપોર્ટ, નિકુંજ ચૌહાણ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.