કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ ખેડૂતમિત્ર જોગ સંદેશ
કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ ખેડૂતમિત્ર જોગ સંદેશ
હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા.૨૮.૦૫.૨૦૨૩થી તા.૩૦.૦૫.૨૦૨૩ દરમિયાન બોટાદ સહિતના જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આવા સમયે વાદળછાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતોએ પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે, તેમ છતાં નીચે મુજબના તકેદારીનાં પગલા લેવા ખેડૂતોને સંદેશ આપવામાં આવે છે. કમોસમી વરસાદથી થતાં પાક નુકસાનીથી બચાવવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો
ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા.એ.પી.એમ.સી.માં વેપારી અને ખેડૂતોએ કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવે છે. એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.મા વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક / વિસ્તરણ અધિકારી / તાલુકા અમલીકરણ અધિકારી / મદદનીશ ખેતી નિયામક(તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(તાલીમ), KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નં. ૧૮૦૦૧૮૦૧૫૫૧ ઉપર સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે
રિપોર્ટ, નિકુંજ ચૌહાણ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.