રોજગાર ભરતી મેળા થકી ઘર આંગણે જ સ્વરોજગારીની સાથે આત્મનિર્ભર બનતાં વાવડીના હરદેવસિંહ રાઠોડ - At This Time

રોજગાર ભરતી મેળા થકી ઘર આંગણે જ સ્વરોજગારીની સાથે આત્મનિર્ભર બનતાં વાવડીના હરદેવસિંહ રાઠોડ


રોજગાર ભરતી મેળા થકી ઘર આંગણે જ સ્વરોજગારીની સાથે આત્મનિર્ભર બનતાં વાવડીના શ્રી હરદેવસિંહ રાઠોડ

ઉમેદવારોને વિવિધક્ષેત્રે રોજગારીની તકો પૂરી પાડવા રોજગાર ભરતી મેળા ઉત્તમ માધ્યમ બન્યાં છે : ઉમેદવાર શ્રી હરદેવસિંહ રાઠોડ યુવાનોને પોતાના સપના સાકાર કરવા જો યોગ્ય તક અને સમયસર જરૂરી માર્ગદર્શન મળી રહે તો તેઓ આકાશ આંબી શકવા સક્ષમ છે." આ શબ્દો છે રાણપુરના મોટી વાવડી ગામના વતની હરદેવસિંહ રાઠોડ કહે છે કે, "મારા પરિવારમાં અમે ૭ જેટલા સભ્યો રહીએ છીએ એટલે આવક કરતાં ખર્ચ વધુ થતો. મેં ધો-૧૦ બાદ આઇ.ટી.આઇનો અભ્યાસ કર્યો અને મારા પરિવારમાં આર્થિક રીતે સહાયરૂપ થવા વિચાર્યું. ત્યારબાદ મેં ૨ વર્ષ સુધી વીરમગામમાં આવેલી હોન્ડા કંપનીમાં નોકરી કરી પરંતુ ઘરથી દુર હોવાથી એમાં પણ વધુ ખર્ચ થતો તે સમયે મને સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે, બોટાદ જિલ્લા રોજગાર કચેરી દ્વારા ખાનગી કંપનીઓના માધ્યમથી ઉમેદવારોને ઘર આંગણે જ સ્વરોજગારી મળવાની સાથે આત્મનિર્ભર બને તે માટે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મેં પણ ઘરઆંગણે જ મને નોકરી મળી જશે તેવી આશા સાથે ભરતી મેળામાં ભાગ લીધો. જેમાં મારી ક્રેડીટ એક્સેસ ગ્રામીણ લી. (ગ્રામીણ કોટા બેંક) માં પ્રથમ પસંદગી થવાથી હું અને મારા પરિવારજનો ખુબ જ ખુશ હોવાની સાથે ભરતી મેળાનું આયોજન કરવા બદલ સરકારશ્રીનો આભાર માનીએ છીએ.રાજ્યમાં દિનપ્રતિદિન રાજ્યના યુવાધનને રોજગારી/સ્વરોજગારીની વિપુલ તકો ઉપલબ્ધ કરાવવાની બાબતને રાજ્ય સરકાર દ્વારા અગ્રીમતા આપવામાં આવી રહી છે, ત્યારે અનેક યુવાનોને ભરતી રોજગાર મેળા થકી વિવિધ ક્ષેત્રે પોતાના કૌશલ્ય અને કુશળતા થકી આગવી ઓળખ ઉભી કરીને રાજ્યના વિકાસમાં પોતાનું યોગદાન આપી રહ્યાં છે.

રિપોર્ટ, નિકુંજ ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.