કેમ મને મનફાવે તેમ બોલતો હતો’ કહીં સફાઈ કર્મચારી પર પડોશી ત્રણ શખ્સનો હુમલો
લક્ષ્મીનો ઢોરા પાસે મસ્તીમાં ગાળો બોલતા શખ્સને અટકાવતા લખનભાઈને તું કેમ મને મનફાવે તેમ બોલે છે કહી પાડોશી ત્રણ શખ્સોએ હુમલો કરતાં યુનિવર્સિટી પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી. બનાવ અંગે ફરિયાદી લખનભાઇ રઘુભાઇ ગોહિલ (ઉ.વ.24), (રહે.લક્ષ્મીનો ઢોરો લક્ષ્મીનારાયણ પ્રાથમિક સ્કુલની સામે) એ જણાવ્યું હતું કે, તેઓ સફાઇકામ કરે છે.
ગઈકાલે સવારના દશેક વાગ્યે તેઓ ઘરે હતાં ત્યારે આગળની શેરીમાં રહેતા આકાશભાઇ પુરબીયા ત્યાંથી નીકળેલ અને મસ્તીમા ગાળો દેવા લાગતા તેમને ગાળો દેવાની ના પાડતાં જતો રહેલ હતો.
બાદમાં બપોરના બે વાગ્યે ફરિયાદી બાઇક લઈ ઘર પાસે ઉભા હતાં ત્યારે આકાશ પુરબીયા તથા તેની સાથેના બે અજાણ્યા શખ્સો ધોકો લઈ ઘસી આવ્યા હતાં અને આકાશે કહેલ કે, સવારે મે તારી મસ્તી કરી હતી એમા તુ કેમ મને જેમ ફાવે તેમ બોલતો હતો કહી , આકાશે માથામા ધોકાના ઘા ઝીંક્યા હતાં.
અન્ય બે શખ્સોએ પકડી આડેધડ ઢીકાપાટાનો મારમારતાં નીચે પડી ગયેલ હતો અને માથામાં લોહી નીકળવા લાગેલ હતું. અને શખ્સોએ એક્ટિવામાં તોડફોડ કરી ગાળો આપી નાસી છૂટ્યા હતાં. બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ મથકે ગુનો નોંધી ત્રણ શખ્સોની શોધખોળ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.