બોટાદ જિલ્લામાં નોંધાયેલા બાંધકામ શ્રમિકોએ પોતાના બે બાળકોની વર્ષ-૨૦૨૩-૨૪ની શિક્ષણ સહાય યોજનાનો લાભ મેળવવા ઓનલાઈન અરજી કરવાની રહેશે
બોટાદ જિલ્લામાં નોંધાયેલા બાંધકામ શ્રમિકોએ પોતાના બે બાળકોની વર્ષ-૨૦૨૩-૨૪ની શિક્ષણ સહાય યોજનાનો લાભ મેળવવા ઓનલાઈન અરજી કરવાની રહેશે
શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪નું સત્ર શરૂ થયા તારીખથી ૧૮૦ દિવસ (૬ માસ)ની સમય મર્યાદામાં અરજી સ્વીકારવામાં આવશે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા બોટાદ જિલ્લામાં નોંધાયેલ બાંધકામ શ્રમિકોએ પોતાના ૨(બે) બાળકોની વર્ષ-૨૦૨૩-૨૪ની શિક્ષણ સહાય યોજનાનો લાભ મેળવવા માટે https://sanman.gujarat.gov.in/ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેમાં ઓનલાઈન પોર્ટલ પર વિદ્યાર્થીના શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪નું સત્ર શરૂ થયા તારીખથી ૧૮૦ દિવસ (૬ માસ)ની સમયમર્યાદામાં અરજી સ્વીકારવામાં આવશે. શિક્ષણ સહાય અંગેની તમામ શરતો ઓનલાઈન પોર્ટલ પર આપવામાં આવેલ છે તથા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની વિવિધ કલ્યાણકારી યોજનાઓ માટે પણ હવે પછીથી https://sanman.gujarat.gov.in/ પોર્ટલ પર બાંધકામ શ્રમિકે ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે અંગે વધુ માહિતી મેળવવા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, બોટાદ જિલ્લા સેવા સદન એ/એસ/૦૩,ખસ રોડ, બોટાદ (ફોન-૦૨૮૪૯-૨૭૧૪૬૨) કચેરીનો સંપર્ક સાધવા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, બોટાદની અખબારી યાદીમાં જણાવાયું છે
રિપોર્ટ, નિકુંજ ચૌહાણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.