બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ દ્વારા GIDCની ગણા સમયથી અટકેલી માંગણી ની પુનઃરજૂઆતના પગલે સરકાર શ્રી દ્વારા GIDC ની વિધિવત મંજૂર કરવામાં આવી.
ભારતના પશ્ચિમ કિનારે આવેલું આપણું ગુજરાત એક પ્રગતિશીલ રાજ્ય છે, જે અનાદિ કાળથી આ રાષ્ટ્રના વેપાર, ઉદ્યોગ, રોજગાર, ઉત્પાદન અને નિકાસમાં અગ્રેસર રહ્યું છે. આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આપણું ગુજરાત વિકાસની યાત્રાએ આગળ વધી રહ્યું છે. તે માટે રાજ્યમાં ઔદ્યોગિક વિકાસ માટે કાર્યરત ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ આયોજનબદ્ધ રીતે વસાહતો વિકસાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. રાજ્યના સર્વાંગી વિકાસ માટે અમારી સરકાર દરેક તાલુકામાં ઔદ્યોગિક વસાહતોની સ્થાપના કરવા અને સ્થાનિક લોકોને પુરતી રોજગારી પૂરી પાડવા અને તેના દ્વારા સામાજિક અને આર્થિક વિકાસ માટે હંમેશા પ્રયત્નશીલ છે. તાજેતરમાં ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મળેલી બેઠકમાં 13 જિલ્લામાં 21 નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. જેમાં તમે સૂચવેલ મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાનું બાલાસિનોર સ્થળ પણ સામેલ છે. વસાહત સ્થાપવા માટે જમીનની ઉપલબ્ધતા, સ્થાનિક પરિબળો જેવા કે વીજળી-પાણી- ગટર, વાહનવ્યવહાર વગેરે અને ઉદ્યોગ સ્થાપવા માટે માંગ સર્વેની ચકાસણી પૂર્ણ કર્યા પછી, સ્થળની યોગ્યતાને આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે, જે શ્રેષ્ઠ જાણકારી મુજબ છે.
સરકાર શ્રી દ્વારા GIDC ની વિધિવત મંજૂર કરવામાં આવી. તે બદલ ગુજરાત ના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર ભાઇ પટેલ અને મંત્રી બલવંત સિંહ રાજપૂત નો આભાર માણ્યો હતો
રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ બાલાસિનોર
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.