બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. જીન્સી રોયના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો
બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. જીન્સી રોયના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો
અરજદારોના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવવા અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપતાં કલેક્ટરશ્રી બોટાદ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. જીન્સી રોયના અધ્યક્ષસ્થાને આજે તા.૨૫મી મે, ૨૦૨૩ના રોજ ‘જિલ્લા સ્વાગત કાર્યક્રમ’ યોજાયો હતો. જિલ્લાના નાગરિકો અને અરજદારોના પ્રશ્નોને વાચા આપવાની પ્રતિબદ્ધતા સાથે જિલ્લા કલેક્ટરશ્રીએ અરજદારોની ફરિયાદોને શાંતિપૂર્ણ રીતે સાંભળી હતી અને તેમના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવવા અંગે સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.બોટાદ જિલ્લાના નાગરિકોની સુખાકારી વધારવા માટે સ્વાગત કાર્યક્રમ લોકપ્રશ્નોને વાચા આપવા માટે સક્ષમ બન્યો છે. તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને વર્તમાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજ્યના સામાન્ય નાગરિકોની ફરિયાદોનું ન્યાયી ધોરણે સમયબદ્ધ નિવારણ લાવવાના જનહિતકારી ભાવથી દેશભરમાં નવતર અભિગમ ‘સ્વાગત’ કાર્યક્રમની ગુજરાતથી શરૂઆત કરવામાં આવી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુદાનીયા, એસ.પી.શ્રી કે. એફ. બળોલિયા, નિવાસી અધિક કલેક્ટરશ્રી મુકેશભાઈ પરમાર સહિત સંબંધિત અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ અને જિલ્લાના અરજદારશ્રીઓ હાજર રહ્યાં હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.