નશામાં ધૂત ટીડીઓએ વડોદરાના વકીલની કારને અકસ્માત સર્જ્યો - At This Time

નશામાં ધૂત ટીડીઓએ વડોદરાના વકીલની કારને અકસ્માત સર્જ્યો


નશામાં ધૂત ટીડીઓએ વડોદરાના વકીલની કારને અકસ્માત સર્જ્યો નશામાં ધૂત ટીડીઓએ વડોદરાના વકીલની કારને અકસ્માત સર્જ્યો બાબલીયા ચોકડી પાસે થયેલ અકસ્માતમાં વકીલના પરિવારને ઇજા અને કારને નુકસાન પહોંચ્યુંવડોદરાના વકીલનો પરિવાર પોતાની કારમાં રાજસ્થાનનો પ્રવાસ કરી પરત ફરી રહ્યા હતા ત્યારે બાબલીયા ચોકડી પાસે પાછળથી પુરઝડપે આવતી ઇનોવાએ અકસ્માત સર્જતા પરિવારના લોકો ઇજાગ્રસ્ત થયા હતા તેમજ કારને નુકસાન થયું હતું.પુરઝડપે કાર હંકારનાર નશામાં ધૂત વાહન ચાલકે પોતે ટીડીઓ હોવાનો રૂઆબ બતાવી ફરીયાદી અને પરિવારને ધમકાવ્યો હતો. જોકે નશામાં ઊભા રહેવાનો હોશ ગુમાવી ચૂકેલા આ સરકારી બાબુ વિરૂદ્ધ ફરીયાદીએ ફરિયાદ નોંધાવતા બાકોર પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.ધૂત સરકારી કર્મચારી આરોપી ભુપેન્દ્રભાઇ ધુળાભાઇ સોલંકી રહે.આઇ.ટી.આઇ ની સામે પાલનપુર, બનાસકાંઠાએ પોતાની ઈનોવા ગાડી નંબર GJ-08- BH-9366 ની બેફીકરાઇ અને ગફલતભરી રીતે પુરઝડપે હંકારી પોતે સરકારી કર્મચારી હોવા છતા દારૂ પીને વાહન ચલાવી ફરીયાદી વડોદરા ડિસ્ટ્રીકટ કોર્ટ ખાતે વકીલાતનો વ્યવસાય કરતા નેહલભાઈ દવેની એમ જી હેકટર ગાડી નંબર GJ-06-PL-7198 ને પાછળથી અથડાવી એકસીડન્ટ કરી ફરીયાદી અને સાહેદને પાછળ કમરના ભાગે મુઢ માર ઇજા કરી ફોરવ્હીલ ગાડીને આશરે બે લાખ જેટલું નુકસાન કરી તેમજ પોતાના વાહનને પણ નુકસાન પહોંચાડી ગુન્હો કર્યો વિગેરે બાકોર પોલીસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
9925468227


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.