ટાટમ અને લાખેણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ દ્વારા તમાકુ કે તમાકુની બનાવટ વહેચતાં પર આકસ્મિક ચેકિંગ હાથ . - At This Time

ટાટમ અને લાખેણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ દ્વારા તમાકુ કે તમાકુની બનાવટ વહેચતાં પર આકસ્મિક ચેકિંગ હાથ .


ટાટમ અને લાખેણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ દ્વારા તમાકુ કે તમાકુની બનાવટ વહેચતાં પર આકસ્મિક ચેકિંગ હાથ

સરકારશ્રીના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેમજ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી અધ્યક્ષતામાં બોટાદ જીલ્લામાં તમાકુ કે તમાકુની બનાવટનું બિન અધિકૃત રીતે વેચાણ અને આનુસંગિક નિયમન માટે ટાસ્ક ફોર્સ સેલ કામગીરી કરી રહ્યું છે. જે અન્વયે આજરોજ ટાટમ અને લાખેણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ-રેડની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં તમાકુ કે તમાકુની બનાવટ વહેચતા વેપારીઓ, પાન-ગલ્લા પાર્લર વગેરે સહિત વિવિધ સ્થળો પર આકસ્મિક ચેકિંગ હાથ ધરી દુકાન ધારકો પાસેથી દંડ વસુલ કરવામાં આવ્યો હતો.તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો.મિલ ઘેવરિયા,મેડિકલ ઓફિસર શ્રી ડૉ.ધર્મેશ દાણીધરીયા, મેડિકલ ઓફિસર ડૉ.શ્રિયા ભડિયાદરા સહિતનાં કર્મયોગીઓ દ્વારા આ કામગીરીમાં કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.