મહિલા તબિબનો ગળાફાંસો ખાઇ આપઘાત - At This Time

મહિલા તબિબનો ગળાફાંસો ખાઇ આપઘાત


માધાપર ચોકડી પાસે રહેતાં અને ખાનગી હોસ્‍પિટલમાં ફરજ બજાવતાં મહિલા તબિબે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.
પ્રાપ્‍ત માહિતી મુજબ માધાપર ચોકડીએ અતુલ્‍યમ રેસીડેન્‍સી આંગન-૧માં રહેતાં ડો. બિંદીયાબેન ગોવિંદભાઇ બોખાણી (ઉ.વ.૨૫)એ રાતે પંખામાં દૂપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં ગાંધીગ્રામના હેડકોન્‍સ. રવિભાઇ વાસદેવાણી સહિતે પહોંચી કાર્યવાહી કરી હતી અને મૃતદેહને ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો.
આપઘાત કરનાર ડો. બિંદીયાબેન બે બહેન અને એક ભાઇમાં બીજા નંબરે હતાં. તેણીના પિતા ગોવિંદભાઇ બોખાણી નિવૃત શિક્ષક છે. માતાનું નામ જાનાબેન છે. મુળ પડધરીના સરપદડના વતની એવા આ મહિલા તબિબ અને પરિવારજનો હાલ રાજકોટ રહેતાં હતાં. અગાઉ જામનગર રોડ પરની હોસ્‍પિટલમાં ડો. બિંદીયાબેન ફરજ બજાવતાં હતાં. હાલમાં અન્‍ય ખાનગી હોસ્‍પિટલમાં નોકરી કરતાં હતાં. ગત સાંજે પરિવારજનો બહાર ગયા હતાં. ત્‍યારે ડો. બિંદીયાબેન ઘરે એકલા હતાં. પરિવારજને તેણીને ફોન જોડયો હતો પણ તેણે રિસીવ કર્યો નહોતો. બધા ઘરે પરત આવ્‍યા ત્‍યારે આ ઘટનાની જાણ થઇ હતી. પોલીસે કારણ જાણવા તપાસ યથાવત રાખી છે.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.