બાંધકામ સાઈટ પર શ્રમિક દંપતિએ ઝેરી ફળ ખાઈ લેતા સારવારમાં - At This Time

બાંધકામ સાઈટ પર શ્રમિક દંપતિએ ઝેરી ફળ ખાઈ લેતા સારવારમાં


રાજકોટમાં એક બાંધકામ સાઈટ પર રાત્રીના સમયે શ્રમિક દંપતિએ અંધારામાં પડેલ કોઈ ફળને ડ્રાયફુટ કાજુ સમજી ખાઈ લેતા બંન્ને ઉલ્ટીઓ કરવા લાગતા તેઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતાં.બનાવ સિવિલ હોસ્પિટલ ચોકીના સૂત્રો તરફથી મળેલી વિગત મુજબ મનુભાઈ માલગુભાઈ મદાનન (ઉ.વ.37) અને તેમના પત્ની મંજુબેન (ઉ.વ.35) ને ગઈકાલે રાત્રે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. દંપતિની સાથે આવેલા તેના સગા-સંબંધીઓએ જણાવ્યું હતું કે દંપતિ મુળ ઓરીસ્સાનું વતની છે અત્રે માધાપર ચોકડી નજીક અયોધ્યા ચોક પાસે આવેલી તરૂમ્બર એપાર્ટમેન્ટ નજીક આવેલી બાંધકામ સાઈટમાં મંજૂરી કામ કરે છે. અને અહીં જ રહે છે. દરમિયાન રાત્રે બાંધકામ સાઈટ પર કોઈ ફળ પડયા હોય તે ડ્રાયફુટ કાજુ સમજી ખાઈ જતા બંન્નેની તબિયત લથડતા હોસ્પિટલે દાખલ કરાયા હતા.મનુભાઈની તબીયત સુધરતા તેઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.