૧૮ વર્ષે ની વયે મતાધિકાર ના પ્રણેતા પૂર્વ વડા પ્રધાન સ્વ રાજીવ ગાંધી ની પુણ્યતિથિ એ પક્ષી કુંડા વિતરણ
૧૮ વર્ષે ની વયે મતાધિકાર ના પ્રણેતા પૂર્વ વડા પ્રધાન સ્વ રાજીવ ગાંધી ની પુણ્યતિથિ એ પક્ષી કુંડા વિતરણ
અમદાવાદ આધુનિક ભારત ના ઘડવૈયા ૨૧ મી સદી ના સ્વપ્નદ્રષ્ટા આજના દિવસે વર્ષ 1991માં ભારતના તત્કાલીન યુવા વડાપ્રધાન રાજીવ ગાંધી ની હત્યા કરવામાં આવી હતી. આજે રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ છે. ભારતમાં ટેલિકોમ ક્રાંતિ લાવનાર રાજીવ ગાંધી એ આધુનિક ભારતનો પાયો નાંખવાની દિશામાં કામ કર્યું. આજે જે ડિજીટલ ઈન્ડિયાની ચર્ચા થાય છે તેની કલ્પના રાજીવ ગાંધીએ તેમના સમયમાં કરી હતી.
40 વર્ષની વયે તેઓ ભારતના ચૂંટાયેલા સૌથી નાની ઉંમરના વડા પ્રધાન હતા.પહેલા દેશમાં મતદાન માટેની વય મર્યાદા 21 વર્ષની હતી, પરંતુ યુવા વડાપ્રધાન રાજીવ ગાંધીની નજરમાં આ વય મર્યાદા ખોટી હતી, તેમને 18 વર્ષની વયના યુવાનોને મતાધિકાર આપીને દેશ પ્રત્યે વધુ જવાબદાર અને સશક્ત બનાવવાની પહેલ કરી.રાજીવ ગાંધીએ તેમના વૈજ્ઞાનિક મિત્ર સામ પિત્રોડા સાથે મળીને દેશમાં કૉમ્પ્યુટર ક્રાંતિ લાવવાનું કામ કર્યું. રાજીવ ગાંધી માનતા હતા કે વિજ્ઞાન અને ટેક્નોલૉજીની મદદથી ઉદ્યોગોનો વિકાસ થઈ શકતો નથી. તેમને સામાન્ય લોકો માટે કૉમ્પ્યુટર સુલભ બનાવવા માટે કૉમ્પ્યુટર સાધનો પરની આયાત જકાત માફ કરવાની પહેલ કરી હતી. રાષ્ટ્રમાં મહિલાઓના વિકાસના સંદર્ભમાં તેમણે મહિલાઓ માટે રાષ્ટ્રીય વિકાસ યોજના અને સ્વરોજગારી કરતી મહિલાઓ માટે એક પંચ રચવાની યોજના અપનાવી, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં તથા ગરીબીનિવારણ યોજનાઓમાં મહિલાઓને ૩૦% પ્રતિનિધિત્વ આપવાનો નિર્ધાર કર્યો. દલિત અને આદિવાસીઓ માટેની નોકરીઓમાં અનામત જગ્યા અંગેની નીતિમાં નોંધપાત્ર સુધારો લાવ્યા.. લખનૌમાં ડૉ. આંબેડકર યુનિવર્સિટીની રચના કરી. અનુસૂચિત જાતિ તથા જનજાતિ માટે રાષ્ટ્રીય નાણાં અને વિકાસ નિગમની સ્થાપના કરી. આ વર્ગો માટે ઇન્દિરા આવાસ યોજના અને કુટિર જ્યોતિ યોજનાનું નિર્માણ કર્યું. સ્વ શ્રી રાજીવ ગાંઘી ની પુણ્યતિથિ નીમિત્તે કાળઝાળ ગરમી માં પક્ષીઓ ખાવા માટે તથા પીવાના પાણી માટે ના કુંડાનું વિતરણ સેવાના ભાગરૂપે
શ્રી ઝીલબેન શાહના જનસર્પક કાર્યાલય દરિયાપુર ખાતે થી કરવા માં આવેલ.ગુજરાત રાજ્ય ભર માંથી ખૂબ મોટી સંખ્યા માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સિનિયર અગ્રણી પદા અધિકારી સંગઠન ના હોદેદારો ની વિશાળ ઉપસ્થિતિ માં સ્વ પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી ની પુણ્યતિથિ એ પક્ષી ના ચણપાત્ર કુંડા વિતરણ કરાયા હતા પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અમરેલી ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ અગ્રણી જેનીબેન ઠુંમર ની યાદી માં જણાવ્યું હતું
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.