જયંતીભાઈ કેશવભાઈ પરસાણા (પટેલ) પરીવાર દ્વારા તેમની ૩૭ મી લગ્ન વર્ષગાંઠ પર ડાકોર મંદિરમાં રણછોડરાયનાં પ્રસાદ લેવાનું વેન્ડીંગ મશીન અર્પણ કરાશે.
જયંતીભાઈ કેશવભાઈ પરસાણા (પટેલ) પરીવાર દ્વારા તેમની ૩૭ મી લગ્ન વર્ષગાંઠ પર ડાકોર મંદિરમાં રણછોડરાયનાં પ્રસાદ લેવાનું વેન્ડીંગ મશીન અર્પણ કરાશે.
સમગ્ર દેશમાં અનેકો સેવાના કાર્યો કરી પુણ્યનું ભાથું બાંધતા રાજકોટનાં જયંતીભાઈ પરસાણા પરીવાર
રાજકોટ સૌરાષ્ટ્રનાં જાણીતા લેન્ડ ડેવલોપર્સ સમાજ શ્રેષ્ઠી, સદકાર્યમાં સદા અગ્રેસર ગુજરાત અને સૌરાષ્ટ્રની અનેકવિધ સેવાકીય, સામાજીક, સાંસ્કૃતિક, શૈક્ષણીક, ધાર્મિક, જ્ઞાતિ સંસ્થાઓ સાથે તન, મન, ધનથી સંકળાયેલા જયંતિભાઈ કેશવભાઈ પરસાણા (પટેલ) (નમન ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રાઈવેટ લીમીટેડ અને રીષી ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રાઈવેટ લીમીટેડનાં સંચાલક) તેમજ શ્રીમતી ભારતીબેન જયંતિભાઈ પરસાણા ની પરસાણા પરીવારમાં આવતાં દરેક શુભપ્રસંગોની સેવામય ઉજવણી કરતાં જયંતિભાઈ કેશવભાઈ પરસાણા, શ્રીમતી ભારતીબેન જયંતીભાઈ પરસાણા તેમજ સુપુત્રો રીષી જયંતિભાઈ પરસાણા, નમન જયંતિભાઈ પરસાણા પરીવાર દ્વારા કરવામાં આવે છે. જયંતીભાઈ પરસાણા તથા ભારતીબેન જયંતીભાઈ પરસાણાની ૩૭ મી લગ્ન વર્ષગાંઠ નિમીતે તા. ૨૫, મે, ગુરૂવારનાં રોજ ગુજરાતનું સુપ્રસિધ્ધ ડાકોર રણછોડરાયજીનાં મંદિરમાં પ્રસાદ લેવાનું વેન્ડીંગ મશીન પરસાણા પરીવાર દ્વારા અર્પણ કરાશે.
હાલના વર્તમાન સમયમાં ભારતીયો પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરીને જન્મદિવસ, લગ્નપ્રસંગ, લગ્ન વર્ષગાંઠ નિમીતે લાખો રૂપીયા વેડફીને ઉજવણી કરતા હોય છે ત્યારે રાજકોટનાં જયંતીભાઈ કેશવભાઈ પરસાણા પરીવાર વડીલોના સંસ્કારોનું સિંચન કરીને પોતાના પરીવારમાં આવતા દરેક પ્રસંગો જેવા લગ્ન વર્ષગાંઠ, જન્મદિન, લગ્નપ્રસંગ, ધાર્મિક પ્રસંગો વિગેરેમાં સમાજ ઉપયોગી સદકાર્ય કરીને અબોલ જીવો, દર્દીનારાયણ, દરીદુનારાયણ વિગેરે જેવા શાસ્ત્રોમાં બતાવેલ ૧૬ પ્રકારનાં દાન કરી અનેકો સદકાર્યો કરતા રહે છે જે આજના સમયમાં સમાજમાં એક નવો રાહ ચિંધે છે અને માનવતાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ સમાજને પુરું પાડે છે જે ખરેખર વંદનીય છે.
હિન્દુ શાસ્ત્ર પ્રમાણે દેવી ભાગવત, ભાગવત, ગીતાજી, રામાયણ જેવા દરેક ગ્રંથોની અંદર અને આપણા ઋષીમુનીઓના કહેવા અનુસાર ૧૬ પ્રકારના દાનો જે કરવા યોગ્ય છે તે તમામ દાન મનુષ્યોએ પોતાના જીવનને અંદર કરવા જોઈએ જે દાનોમાં સોનું, ચાંદી, પીતળ, કાસા, જસત, સ્ટીલ, બીડ, વસ્ત્ર, કન્યાદાન, અન્નદાન, મેડીકલ, શિક્ષણક્ષેત્રે જેવા તમામ દાનો જયંતીભાઈ પરસાણા (મો.૯૮૨૪૮ ૬૬૩૧૧) દ્વ્રારા છેલ્લા ૪૩ વર્ષો દરમ્યાન યથારાકિત પ્રમાણે પરિપૂર્ણ કરેલ છે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.