બાલાસિનોરમાં તળાવ દરવાજા વિસ્તારમાં ચોરી કરનાર ને પોલીસે ઝડપી લીધો
બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારના તળાવ દરવાજાથી કોર્ટ તરફ જતા રસ્તાની બાજુમા આવેલ મકાનમાં ઘરફોડચોરી થઇ હતી. જેમાં અંદાજિત પોણા બે લાખ રૂપિયાની ચોરી થઇ હતી. જેનો ભેદ પોલીસે ઉકેલતા આરોપીને ઝડપી લીધો છે.
બાલાસિનોરના તળાવ દરવાજાથી કોર્ટ તરફ જવાના માર્ગમા આવેલા મકાનમાં ઘરફોડ ચોરી થઇ હતી. આ ચોરીમાં કોઇ અજાણ્યા ચોર ઇસમોએ તાળુ તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ રૂ ૧,૭૩,૦૦૦/- ના મત્તાની ચોરી કરી હતી. જે બાબતે બાલાસીનોર ટાઉન પોલીસ સ્ટેશને ગુન્હો નોંધાયો હતો. સી.સી.ટી.વી ફુટેજ માં તેમજ ટેકનીકલ સોર્સનો ઉપયોગ કરી ઘરફોડ ચોરી કરનાર કપડવંજનો આસીક નીયાજભાઇ ખલીયા રહે કપડવંજ,નદી દરવાજા પાસે. તા કપડવંજનાએ ચોરીને અંજામ આપેલ હોવાનુ જણાઇ આવતા આસીકભાઇ નિયાઝભાઇ ખલીફા ઉ.વ.૩૬ રહે.કટારીયા આરા નદી દરવાજા પાસે મુ.તા.કપડવંજ જી ખેડાનાનો મળી આવતા તેની અંગજડતી કરતા તેની પાસેથી આ ચોરી મા ગયેલ સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી આવતા કપડવંજ શહેર તથા બાલાસિનોર વિસ્તારમાં ચોરી કરી હતી. મુદ્દામાલ કબજે કરી ગુના નોંધી તપાસ હાથધરી હતી.
*રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ બાલાસિનોર*
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.