બાલભવન પાસે ચા પીવા ઉભા રહેલાં સુલતાન જુણેજા પર બે શખ્સનો છરીથી હિંચકારો હૂમલો
બાલભવન પાસે ચા પીવા ઉભા રહેલાં સુલતાન જુણેજા નામના યુવક પર અજાણ્યાં બે શખ્સે છરીથી હિંચકારો હુમલો કરી નાસી છૂટ્યા હતાં. બનાવ અંગે પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે ફરિયાદી સુલતાન ફિરોઝભાઈ જુણેજા (ઉ.વ.22),(રહે. મોમીન સોસાયટી શેરીનં.3 , બજરંગવાડી પાસે જામનગર રોડ) એ જણાવ્યું હતું કે, પોતે પ્રિન્ટીંગ પ્રેસમાં નોકરી કરે છે.તેમજ તે તેની માતા અને એક ભાઈ-બહેન સાથે રહે છે. તેમને એક વર્ષ પેહલા રૈયાગામમાં રહેતાં સંજયભાઈ પરમારની પુત્રી ભુમી સાથે પ્રેમ લગ્ન કરેલ હતાં. ગઇકાલે રાત્રીના દસ વાગ્યે એકટીવા લઈ લીમડા ચોકમાં તેના મિત્ર અબ્દુલની મોબાઇલની દુકાને તેને મળવા ગયેલ હતો.
બાદમાં બંને મિત્રો દુકાન બંધ કરી ઘરે જવા નીકળ્યા હતાં ત્યારે બાલભવન પાસે ચા - પાણી પીવા માટે ઉભેલ હતાં. ત્યારે એક બાઇક લઈ ઘસી આવેલા બે શખ્સોએ તેમને કહેલ કે, તુ કયા રહે છે, જેથી તેમને કહેલ કે, તારે શું કામ છે.દરમિયાન એક શખ્સે ગાળ આપી નેફામાંથી છરી કાઢી હાથ અને પગમાં ઘા ઝીંકી દિધો હતો અને ત્યારે ફરિયાદીનો મિત્ર દોડી આવતાં બંને શખ્સો બાઇક મૂકી નાસી છૂટ્યા હતાં. યુવકને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
વધુમાં ઇજાગ્રસ્ત યુવકે જણાવ્યું હતું કે, તેની પર હુમલો કરનાર બજરંગવાડીમાં રહેતી તેની મહિલા મિત્રનો મિત્ર હતો. બનાવ વખતે પણ તેની મહિલા મિત્ર ત્યાં સ્ત્રી મીત્ર પણ હાજર હોવાનું કહ્યું હતું. બનાવ અંગેની ફરિયાદ પરથી અજાણ્યાં બે શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ આદરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.