વિશ્વમાં પ્રથમ વખત રાજકોટમાં ગૌ આધારિત એક્સપો, 4 AC ડોમમાં 200થી વધુ પ્રોડક્ટ,7 દેશી નસલના વાછરડાના જોવા મળશે - At This Time

વિશ્વમાં પ્રથમ વખત રાજકોટમાં ગૌ આધારિત એક્સપો, 4 AC ડોમમાં 200થી વધુ પ્રોડક્ટ,7 દેશી નસલના વાછરડાના જોવા મળશે


વિશ્વમાં સૌપ્રથમ રાજકોટમાં ગૌ આધારિત ઉદ્યોગોનો એક્સપો રાજકોટમાં યોજાનાર છે. આવતીકાલથી શરૂ થનાર આ એક્સ્પોની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ગૌટેક એક્સપો-2023માં 2.30 લાખ સ્કવેર ફૂટ જગ્યામાં 4 વિશાળ AC ડોમમાં અંદાજીત 200થી વધુ ગૌ-આધારિત પ્રોડક્ટ એક સ્થળે જોવા મળશે. બધા ડોમને સુરભી, સુશીલા, સુભદ્રા અને કપિલા સહિતની ગાયોનાં નામ આપવામાં આવ્યા છે. ગાય આધારિત ઉદ્યોગો માટે પ્રથમ વખત આયોજન થતું હોવાના કારણે ખેડૂતોને પશુપાલકોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

આવતીકાલે શરૂ થનાર આ ગૌટેક એક્સપો અંગે એક પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ વલ્લભ કથીરીયાએ જણાવ્યા મુજબ શોભાયાત્રા બાદ 5 દિવસીય એક્સપોનો પ્રારંભ થશે. જેમાં જિલ્લા પંચાયત ચોક ખાતેથી શણગારેલા અલગ-અલગ બળદગાડામાં સંતો તેમજ મહંતોની સાથે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા અને પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સહિતના મહાનુભાવો હાજર રહેશે. ગૌશાળાનાં બેન્ડ-વાજા સાથે ધામધૂમથી આ યાત્રા રેસકોર્સનાં એક્સપો સ્થળે પહોંચશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.