નવા જંત્રીદર લાગુ થયા બાદ પણ જુના દરે દસ્તાવેજ બન્યા, રાજકોટમાં મહિનામાં 14,860 મિલકતનાં દસ્તાવેજ થયા
ગુજરાત સરકાર દ્વારા ગતા તા. 15 એપ્રિલથી રાજ્યમાં નવા જંત્રી દર લાગુ કરી દેવાયા છે. જોકે નવા જંત્રીદર લાગુ થયા છતાં રાજકોટ શહેર અને જિલ્લામાં જુના દરે દસ્તાવેજ ચાલુ છે. અને છેલ્લા એક મહિનામાં 14,860 મિલકતનાં ખરીદ-વેચાણના દસ્તાવેજની નોંધણી સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં થઈ છે. જેના પગલે ગુજરાત સરકારને નોંધણી ફીની રૂા. 11,43,17568 અને સ્ટેમ્પ ડયુટીની રૂા.68,66,18264ની મળી કુલ રૂા. 80 કરોડ કરતા વધુની આવક થઈ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.