વાંકા ગામમાં તંત્ર દ્વારા ગામતળ અને જાહેર રસ્તાઓ પરના દબાણ દુર કરાયા - At This Time

વાંકા ગામમાં તંત્ર દ્વારા ગામતળ અને જાહેર રસ્તાઓ પરના દબાણ દુર કરાયા


જિલ્લાના છાપરી ગ્રામ પંચાયતના વાંકા ગામમાં તંત્ર દ્વારા ગામતળ અને જાહેર રસ્તાઓ પરના અનઅધિકૃત દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ખાનપુર તાલુકાના વાંકા ગામમાં જાહેર રસ્તાઓ પરના અનઅધિકૃત દબાણ દુર કરવા બાબતે તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ મહેસૂલ, પંચાયત અને વિકાસ કમિશ્નર મુખ્યમંત્રી કાર્યાલય અને પ્રધાનમંત્રી કાર્યાલય સુધી અરજદાર ભરત ભટ્ટ અને જેઠાભાઇ દ્વારા લેખીત અરજીઓ કરવામાં આવી હતી.તલાટીએ જણાવ્યું કે જાહેર રસ્તાઓ પરના અનઅધિકૃત દબાણ દુર કરવાની રજૂઆતો અંગે ગામલોકોએ પંદર દિવસ અગાઉ જાહેરહિતમાં જાહેર રસ્તાઓના દબાણો દૂર કરવા સંમતિ આપવામાં આવી હતી. ગામમાં રસ્તાઓ પરના દબાણોના કારણે ૧૦૮ પણ પ્રવેશી શકતી નહોતી ત્યારે આજે ગ્રામજનોના સાથ સહકારથી જે સી બી અને ટ્રેકટર જેવા સાધનો સાથે ગામતળ અને રસ્તા પરના દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જેમાં ગામનો જૂનો કૂવો જે અકસ્માત સર્જી શકે એવો હતો તે અને ગામનું જર્જરિત થયેલું બસ સ્ટેન્ડ પણ હટાવવામાં આવ્યું છે.

રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર
9925468227


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.