રાજકોટ મનપા કચેરી ખાતેથી કાર્યાલય છીનવી લેવાયા બાદ જનરલ બોર્ડમાં વિપક્ષનાં કોર્પોરેટરો ગેરહાજર - At This Time

રાજકોટ મનપા કચેરી ખાતેથી કાર્યાલય છીનવી લેવાયા બાદ જનરલ બોર્ડમાં વિપક્ષનાં કોર્પોરેટરો ગેરહાજર


રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે આજે જનરલ બોર્ડની બેઠક મળી હતી. મનપાના જનરલ બોર્ડમાં એક પણ વિપક્ષનાં કોર્પોરેટરો હાજર રહ્યા નહોતા. વિપક્ષનું કાર્યાલય ગયા બાદ જનરલ બોર્ડની બેઠકમાં પણ વિપક્ષ હાજર ન રહેતા લોકોના પ્રશ્નો ઉઠાવવા વાળું કોઈ નહોતું. જો કે, વિપક્ષ નેતા બહારગામ હોવાથી જનરલ બોર્ડમાં હાજર રહ્યા ન હોવાનું સામે આવ્યું હતું. ભાજપનાં કોર્પોરેટરો દ્વારા વિવિધ સરકારી યોજનાઓ વિશેનાં પ્રશ્નો પૂછી સમય પસાર કરવામાં આવ્યો હતો. જો કે, શાસક પક્ષના અમુક કોર્પોરેટરોએ ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટનાં નિકલમાં મોટી બેદરકારીનાં આક્ષેપ સાથે અધિકારીઓનો ઉધડો લીધો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.