રાજકોટના આંગણે રૂડો અવસર ડો. બાબાસાહેબ આંબેડકરના પૌત્ર ભીમરાવ શનિવારે બનશે રાજકોટના મહેમાન
બૌધ્ધિસ્ટ સોસાયટી ઓફ ઇન્ડીયા ના આગેવાનો દિનેશભાઇ પડાયા, સુર્યસેનભાઇ તથાગત સતીષભાઇ મુછડીયા, અમુભાઇ સોલંકી, દિનેશભાઇ વાઘેલા, નાગરાજભાઇ જગજીત, પ્રવીણભાઇ બૌધ, શોભાબેન મકવાણાએ અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા ડો. બાબા સાહેબના પૌત્ર ભીમરાવ યશવંતરાય આંબેડકરના રાજકોટના આગમન સાથે અનેક વિધ કાર્યક્રમના આયોજન અંગેની સવિસ્તરણ રુપરેખા આપી હતી.
ભારત રત્ન ડો. બાબા સાહેબ આંબેડકટરના પૌત્ર ભીમરાવ યશવંતરાય આંબેકડર ૨૦-૫-૨૩ ને શનિવારે રાજકોટમાં આવી રહ્યા છે અને ભારતીય બૌધ્ધ ભારતીય બૌધ્ધ મહાસભા અને સમતા સૈનિક દળ, ભારતીય બૌધ્ધ મહાસભા, જિલ્લા શહેર શાખા આયોજીત ત્રિવિધ કાર્યક્રમમાં ૨૦-૫-૨૩ શનિવાર સવારે ૧૦.૩૦ વાગ્યા ડો. આંબેડકરનગર, ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે ડો. બાબાસાહેબ આંબેડકર પ્રતિમાને પુષ્પાર્પણ કરી કાર બાઇક રેલી સરઘસ સ્વરુપે પંચશીલ ચોક, ધરમનગર (મવડી) ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનુંઅનાવરણ કરશે. ત્યારબાદ ૧૧.૩૦ વાગ્યે ત્યાં જ જાહેર સભાને સંબોધન કરશે.
૧.૩૦ વાગ્યે બોધિસત્વ આંબેડકર બુધ્ધ વિહાર, કણકોટ પાટીયા પાસે, રાજકોટની મુલાકાત લેશે. બે વાગ્યે સુગમ બુધ્ધ વિહાર, સુગમ સોસાયટી, રાજકોટની મુલાકાત લેશેને છેલ્લે ૨.૩૦ વાગ્યે જીલ્લા ગાર્ડન સ્થિત ડો. બાબાસાહેબ આંબેડકરની રાજકોટ મુલાકાત વખતે જે મોટર કારમાં બેઠા હતા તે મોટર કાર અને એ પાવન જગ્યાના ઐતિહાસિક સંસ્મરણો ને વાગોળશે બપોરે ૩ વાગ્યે વિશાળ હડમતીયા (તા. ભેંસાણ) જવા રવાના થશે. કાર્યક્રમમાં હરીશભાઈ રાવલીયા,પ્રવિણભાઇ નિખાડે, એસ.કે. ભંડારે, બી.એચ. ગાયકવાડ, ગોપાલ સામુદ્રે આનંદજી (કાર્યક્રમના મુખ્ય આયોજક અમરાવતી મહારાષ્ટ્ર વંદનીય ભંતે પ્રજ્ઞારત્નજી થશે રહેશે. આ ઇતિહાસનું સોનેરી પાનુ થવા જઇ મકવાણા રહેલા ઐતિહાસિક આયોજન ને સફળતા બક્ષવા રાજકોટ સુર્યસેન તથા ગત દિનેશભાઇ પડાયા, સતીષભાઈ મુછડીયા, અમુભાઇ સોલંકી, દિનેશભાઇ વાઘેલા, કરણભાઇ દળવી (મુંબઇ) નાગરાજ જગજીત, હિતેશભાઇ મુછડીયા, બૌધિરાજ બૌધ્ધ, ગૌતમ ભારતી, દીલીપભાઇ પરમાર, નીતીનભાઇ બડઘા, હિરેનભાઇ મંગેરા, સુનીલભાઇ ચૌહાણ, કીર્તીબેન મુછડીયા, લલીતાબંન મકવાણા, હેતલબેન ચાવડા, શોભાબેન મકવાણા
પ્રવીણભાઇ બૌધ્ધ
વિનયસાગર અનિત્ય,
પ્રવિણભાઇ મકવાણા,જહેમત ઉઠાવી રહ્યા છે.
9662147186
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.