રેલનગરમાં ફ્રૂટનો વેપારી વ્હોટસએપ પર વરલીના આંકડા લખાવતો’તો: પકડાયો
રેલનગરમાં વ્હોટશેપ પર વરલીના આંકડા લખી જુગાર રમાડતા ફ્રુટના વેપારી અજયને પોલીસે દબોચી રૂા.12 હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો. દરોડાની વિગત અનુસાર પ્ર.નગર પોલીસ મથકનાં પી.એસ.આઈ એ.એ.ખોખર અને કોન્સટેબલ યુવરાજસિંહ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા
ત્યારે મળેલ બાતમીનાં આધારે રેલનગરમાં સાધુ વાસવાણી કુંજ રોડ પર આવેલ ‘માં’ કોમ્પ્લેકસની પાસે જાહેરમાં વરલી ફીચરનો વ્હોટસેપ પર જુગાર રમતા અજય રૂપચંદ રામનાણી ઉ.વ.36 (રહે.મહર્ષિ દયાનંદ સરસ્વતી ટાઉનશીપ બ્લોક નં.403) ને પકડી રૂા.12 હજારના મુદામાલ સાથે દબોચી લીધો હતો. જયારે આંકડા લખાવનાર ધર્મેશનું નામ ખુલતા પોલીસે તેની શોધખોળ આદરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.