બુટલેગરોનો આતંક:પાડોશીના ઘરમાં ઘુસી કહ્યું,અહીંયા એક પણ રહેતા નહીં, ગળા કાપી નાખીશું! - At This Time

બુટલેગરોનો આતંક:પાડોશીના ઘરમાં ઘુસી કહ્યું,અહીંયા એક પણ રહેતા નહીં, ગળા કાપી નાખીશું!


રૂખડીયાપરા માં આવેલા મહાકાળી માતાજીના મંદિરે પાસે રહેતા તોકીફભાઇ રફીકભાઇ શેખ(ઉ.વ.31) પોતાની ફરિયાદમાં ઘર નજીક રહેતા અને દારૂનો ધંધો કરતા કિરીટસિંહ ભુપતસિંહ સિસોદિયા અને ભરત ભૂપતસિંહ સિસોદિયા વિરુદ્ધ ધમકી અંગેની ફરિયાદ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવી છે
તૌફિકભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું રિક્ષા ચાલવી મારુ ગુજરાન ચલાવુ છુ.ગઇ રાત્રે તા.16/05ના રોજ મારા દીકરાના જન્મની છઠ્ઠીની ઉજવણી હતી અને મારા ઘરે મારી બહેન રુબીનાબેન તથા તેના પતિ મહમદભાઇ પણ આવેલ હતા અમો બધા નાના ટેપમા ગીતો સાંભળતા હતા તે વખતે રાત્રીના પડોશમા રહેતા કીરીટસિંહ તેમજ તેનો ભાઇ ભરત અમારી ડેલી ખોલીને અંદર આવ્યો હતો અને ભરતના હાથમાં પાઇપ હતો અને કીરીટસિંહના હાથમાં છરી હતી
અને બંને જણા આવીને અમને બોલાવેલ અને કીરીટસીહે અને ભરત કહેવા લાગેલ કે તુ શુ કામ મારી માતાને ઉશ્કેરે છે તેમ કહી ગાળો આપવા લાગ્યા હતા. બાદમાં કીરીટસિંહે બનેવી મહમદ પાછળ પાઇપ લઇ દોડેલ અને ભરતે બધાને છરી બતાવી અહી એક પણ રહેતા નહીં નહીતર બધાના ગળા કાપી નાખવા પડશે તેવી જાનથી મારી નાખવાની ધમકી આપેલ જેથી અમોએ 100 નંબરમા ફોન કરેલ અને તે દરમિયાન પોલીસની ગાડી આવતા તેઓ બંને જણા ભાગી ગયા હતા.બાદ અમારી સાથે પોલીસ તેના ઘરે તપાસ કરવા ગયા હતા

તે દરમિયાન પણ ભરતે ફોન કરી કહ્યું કે, હું આવુ જ છુ આજે સમજી જ લેવુ છે તેવી ધમકી આપતો હતો અને તમે પોલીસ આવતા તે બંને ભાઇ ભાગી ગયેલ અને ભરતની ઘરવાળી મનિશાબેને ઘર બહાર પોલીસની મનફાવે તેમ બોલતી હતી.તેમણે પણ દારૂ પીધો હોવાનું માલુમ પડતા તેની સામે પણ પ્ર.નગર પોલીસ મથકના સ્ટાફે કાર્યવાહી કરી હતી
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.