ગાંધીગ્રામમાં પરિણીતાને ઇન્સ્ટાગ્રામ આઈડી પર કોલ-મેસેજ કરી કૌટુંબિક ભાઈની પજવણી - At This Time

ગાંધીગ્રામમાં પરિણીતાને ઇન્સ્ટાગ્રામ આઈડી પર કોલ-મેસેજ કરી કૌટુંબિક ભાઈની પજવણી


શહેરના ગાંધીગ્રામ લાખના બંગલા પાસે અક્ષરનગર નજીક ઓમ વસંત પુષ્પા એપાર્ટમેન્ટમાં રહેતા મીતાલીબેન નીતીનભાઇ ચૌહાણ(ઉ.વ.23) ને તેમના કૌટુંબીક ભાઈ હાર્દિક પંકજભાઈ પઢીયાર નામના શખ્સે મિતાલીબેનના ઇન્સ્ટાગ્રામ આઈડી પર ફોન અને મેસેજ કરી પરાણે વાત કરવા માટે દબાણ કરતો હતો અને વાત નહીં કરે તો જાનથી મારી નાખવાની ધમકી આપતા ગાંધીગ્રામ પોલીસ મથકમાં મિતાલીબેને ફરિયાદ નોંધાવી છે.આ મામલે ગાંધીગ્રામ પોલીસ મથકના સ્ટાફે આરોપીને લેવા તજવીજ શરૂ કરી છે.
મિતાલીબેન ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું મારા પતિ કેવલ મકવાણા સાથે રહું છુ.ત્રણેક વર્ષ પહેલા મારા કૌટુંબીક મોટાબાપુ મુકેશભાઇ પઢીયારનો દીકરો હાર્દીક મને તેની સાથે વાતચીત કરવા માટે અવાર નવાર પરેશાન કરતો હોય અને જેથી મેં આ બાબતે મહીલા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. ત્યારે આ હાર્દીક મહિલા પોલિસ સ્ટેશન આવેલ અને ફરીવાર આવુ નહી કરે તેમ મને જણાવ્યું હતું. જેથી મે મારી અરજી બાબતે ત્યા સમાધાન કરી લીધું હતુ.બાદ છેલ્લા બે દિવસ થી મને મારા ઇન્ટાગ્રામ આઇ.ડી પર અજાણ્યા ઇન્સ્ટાગ્રામ આઇ.ડી પરથી વારંવારં ફોન તથા મેસેજ આવતા હોય પરંતુ હુ આ આઇ.ડી.વાળા ને ઓળખતી ન હતી.જેથી મે કોઇ જવાબ આપેલ નહી.
પરંતુ આ આઇ.ડી માં આવતા મેસેજ માં તેણે પોતાનુ નામ હાર્દીક જણાવેલ જેથી મને યાદ આવી ગયું કે હાર્દીક કૌટુંબીક ભાઈ છે.જેથી મે તેને મને મેસેજ કે કોલ ન કરવા માટે મેસેજ કર્યો હતો.તેમ છતા આ આઇ.ડી પરથી મને મેસેજ અને ફોન વારંવાર આવતા હોય અને આ મેસેજમાં તેણે મને કહયું કે તારે જેની સાથે વાત કરવી હોય તેની સાથે વાત કરી લે તથા મારા પિતાજીને પણ ફોન કરી જાણ કરકે હાર્દીક હેરાન કરે છે અને તુ મારી સાથે વાત નહીં કર તો હું મરી જઇશ તેવા મને મેસેજ કર્યા છતા પણ મે તેને કોઇ મેસેજ કે કોલમાં જવાબ ન આપતા આ હાર્દીક ઘરે આવ્યો અને મને કહેલ કે તુ મારી સાથે નહીં બોલ તો હું તને જાનથી મારી નાખીશ.જેથી મે તેને કહેલ કે તુ ઉભો રહે હુ કેવલને બોલાવુ છુ તેમ કહેતા તે ત્યાથી ભાગી ગયો હતો બાદમાં તેમણે મને ઇન્સ્ટાગ્રામમાં બ્લોક કરી હતી.આ અંગે આરોપીને સકંજામાં લેવા તજવીજ આદરી છે.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.