ડબલ ટ્રેક બાદ રાજકોટને 10 જેટલી ટ્રેન મળવાની હતી, એકપણ મળી નહીં - At This Time

ડબલ ટ્રેક બાદ રાજકોટને 10 જેટલી ટ્રેન મળવાની હતી, એકપણ મળી નહીં


ડીઆરયુસીસીના સભ્યની રેલવે રાજ્યમંત્રીને 8 મુદ્દાની રજૂઆત

વેસ્ટર્ન રેલવેના DRUCC (ડિવિઝનલ રેલવે યુઝર કન્સલ્ટેટિવ કમિટી)ના સભ્ય હરિકૃષ્ણ જોશીએ રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશને રાજકોટ રેલવે સ્ટેશનમાં પ્રાથમિક સુવિધાઓ, જુદી જુદી નવી ટ્રેન, ઈલેક્ટ્રિફિકેશન, પ્લેટફોર્મ સહિતના 8 મુદ્દાઓ અંગે લેખિત રજૂઆત કરી છે. જેમાં જણાવ્યું છે કે, રાજકોટ અમદાવાદ સંપૂર્ણપણે ડબલ ટ્રેક થઈ ગયું છે, ત્યારે રાજકોટ ડિવિઝનને વધારાની 10 ટ્રેનનો લાભ મળવાનો હતો તે હજુ સુધી નક્કી થઈ શક્યું નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.