હીટ સ્ટ્રોકનો ભોગ બનેલા 300થી વધુ પશુ-પક્ષીઓને બચાવાયા - At This Time

હીટ સ્ટ્રોકનો ભોગ બનેલા 300થી વધુ પશુ-પક્ષીઓને બચાવાયા


પક્ષીઓ તરફડિયા મારતા હોય, શ્વાનના મોઢામાંથી લાળ ટપકતી હોય તેવા 15 દી’માં 300 ફોન આવ્યા

રાજકોટમાં 40થી 43 ડિગ્રી તાપમાનમાં જનજીવન ઉપર માઠી અસર જોવા મળે છે અને લોકો હીટ સ્ટ્રોકનો ભોગ બનતા હોય છે. તેવામાં શહેરમાં પશુ-પક્ષીઓ પણ હીટ સ્ટ્રોકનો ભોગ બની રહ્યા છે. રાજકોટમાં પશુ-પક્ષીઓની નિ:શુલ્ક સારવાર કરતા કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં 300 જેટલા ગાય, શ્વાન અને પક્ષીઓ કે જે હીટ સ્ટ્રોકના ભોગ બન્યા હોય તેમને બચાવાયા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.