૧૬મી મે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ અંતર્ગત અરવલ્લી જિલ્લામાં ઉજવણી કરાઈ. - At This Time

૧૬મી મે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ અંતર્ગત અરવલ્લી જિલ્લામાં ઉજવણી કરાઈ.


અરવલ્લી જિલ્લાના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી સા.શ્રી તથા જીલ્લા મેલેરિયા અધિકારી સાહેબશ્રી જીલ્લા પંચાયત અરવલ્લીના માર્ગદર્શન હેઠળ જીલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો/ શહેરી પ્રા.આ.કેન્દ્રો અને તમામ હેલ્થ અને વેલનેસ સેંન્ટરો ના વિવિધ વિસ્તારોમાં ઉજવણીના ભાગ રુપે રેલી કાઢવામાં આવી. આજરોજ ૧૬ મે રાષ્ટ્રીય ડેન્ગ્યું દિવસ ઉજવવામાં આવેલ જેનો હેતુ ડેન્ગ્યું જેવા વાહકજન્ય રોગ અસરકારક નિયંત્રણ માટે જન જાગૃતિ કેળવી જનસમુદાયની સજાકતા સાથે ભાગીદારી કેળવાય તેની સમજ લોકો સુધી પહોચે તે હેતું સહ જીલ્લા ક્વોલીટી અધિકારીસાહેબશ્રી એ પણ મોડાસા તાલુકાના ટીટોઇ પ્રાથમિક આરોગ્ય કેંદ્ર થી આ રેલીનું પ્રસ્થાન કરાવેલ.

૧૬મી મે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ " ઉજવણી અંતર્ગત આ વર્ષે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની થીમ (Theme) “Harness Partnership to defeat dengue” આપવામાં આવેલ,ઉક્ત થીમનું ગુજરાતી અનુવાદ “ડેન્ગ્યુ અટકાવવા સહભાગી બનીએ” કરેલ છે.

SBCCના માધ્યમથી ઉક્ત સંદેશો આપવામાં આવ્યો હતો જે અંતર્ગત વ્યક્તિ વાહક જન્ય ગંભીર રોગોથી પોતે કેવી રીતે બચી શકે તથા પોતાના પરિવાર ને સુરક્ષિત રાખી શકે તે બાબતે જન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ પ્રકારની માહિતી SBCC ટીમ અરવલ્લી દ્વારા આપવામાં આવી.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.